Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કોરોનાથી સંક્રમિત થઈ માતા : નાનીએ નવજાત દોહીત્રીને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ

દીકરીના જન્મના થોડા દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થઈ માતા : નવજાત દોહીત્રીને સાચવવાની જવાબદારી નાનીએ ઉપાડી : નવજાત દોહીત્રીને નાનીએ કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ

નવી દિલ્હી,તા. ૧૫: એક માતા પોતાની દીકરી માટે શું ન કરી શકે? જયારે દુનિયા જીવલેણ અને ખતરનાક તેવી કોવિડ-૧૯ મહામારી સામે લડી રહી છે ત્યારે, ગુજરાતના આણંદ જિલ્લામાં રહેતી એક માતાએ પોતાની જ દીકરીના બાળકને સરોગસી દ્વારા જન્મ આપ્યો હતો. વધુમાં, જયારે દીકરી અને તેનો પતિ કોવિડ-૧૯ની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા ત્યારે, નાનીએ તેમની દોહિત્રીને બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યું હતું. આટલું જ નહીં જયારે તેના માતા-પિતા હોસ્પિટલેથી દ્યરે આવે ત્યારે તે હેલ્ધી હોય તે વાતનું પણ ધ્યાન રાખ્યું હતું.

માતૃત્વની આ આકર્ષણ પરંતુ રિયલ કહાણીમાં હજુ ઘણું છે. નાનીએ દોહીત્રીને તે દિવસે જન્મ આપ્યો જે દિવસે તેમણે તેમની દીકરીને જન્મ આપ્યો હતો. શ્નદ્બચ ભગવાનનો સંકેત હતો જયારે ડોકટરે અમને ડિલિવરીની તારીખ ૬ એપ્રિલ આપી હતી, જે મારો પણ બર્થ ડે છે', તેમ કવિતા પટેલે (નામ બદલ્યું છે) જણાવ્યું હતું.

કવિતાએ કહ્યું હતું કે, જયારે કોવિડ-૧૯ મહામારીએ લોકોના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી છે, ત્યારે તેમના પરિવારમાં બાળકનું આગમન થયું હતું, જેની રાહ તેઓ ૨૦૦૮માં લગ્ન થયા ત્યારથી જોઈ રહ્યા હતા.

છથી વધારે વખત ગર્ભપાત, પ્રિમેચ્યોર બાળકનું મોત અને મૃત્યુ જેવા નજીવા અનુભવ બાદ, જયારે તેની માતાએ તેઓ તેમની સરોગટ બનશે તેવું વચન આપ્યું ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ બની ગયો હતો.

'તે ગુજરાત સરકારમાંથી કલાસ-૧ અધિકારી તરીકે રિટાયર્ડ થઈ છે અને ગયા વર્ષે મહામારી દરમિયાન તે પ્રેગ્નેન્ટ થઈ હતી. તેની ઉંમર ૫૯ વર્ષ છે અને એકદમ હેલ્ધી છે. મારી પાસે તેના જેવી માતા છે તે વાતથી હું ધન્યતા અનુભવું છું', તેમ કવિતાએ કહ્યું હતું.

આકસ્મિક રીતે, ૧૨મી એપ્રિલે જયારે દીકરી દ્યરે આવી ત્યારે માતા-પિતા તેમ બંનેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 'હું અને મારો પતિ ઘરમાં આઈસોલેટ થયા હતા, પરંતુ મારા પતિની તબિયત ખરાબ થતાં અમે હોસ્પિટલમાં દાખલ થવા માટે વડોદરા ગયા હતા કારણ કે આણંદ કે અમદાવાદની હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહોતો', તેમ કવિતાએ જણાવ્યું હતું.

'મારી દીકરી, જો કે, તેની નાની સાથે હતી, જેઓ તેને ફીડિંગ કરાવતા હતા અને સી-સેકશનથી ડિલિવરી કરી હોવા છતાં દ્યરનું કામ એકલા હાથે કરતા હતા. મારી માતાએ અમારા માટે જે કર્યું છે, તેનો આભાર કઈ રીતે માનું તે સમજાતું નથી', તેમ કવિતાએ કહ્યું હતું.

કવિતાએ જણાવ્યું હતું કે, ખૂબ જ નાની ઉંમરમાં તેને ફાઇબ્રોઇડ્સ હોવાનું નિદાન થયું હતું. લગ્ન બાદ જયારે તે પહેલીવાર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે, તેને એડેનોમિઓસિસ હોવાનું નિદાન થયું હતું, આ એવી સ્થિતિ છે જેમાં એન્ડોમેટ્રાયલ પેશીઓની અંદર રહે છે અને ગર્ભાશયની દિવાલમાં વધે છે.

'પહેલી પ્રેગ્નેન્સીમાં, ગર્ભમાં હૃદયના ધબકારા વિકસતા નહોતા. બીજી પ્રેગ્નેન્સીમાં બાળકનો જન્મ ૨૩ અઠવાડિયે થયો હતો અને ૨૩ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. મારે સાત વખત ગર્ભપાત થયો છે અને એકવાર મને બ્રેન સ્ટ્રોક પણ આવ્યો હતો. ત્યારે ન્યૂરોસર્જને કહ્યું હતું કે, મારે પ્રેગ્નેન્ટ ન થવું જોઈએ, કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે', તેમ કવિતાએ જણાવ્યું હતું

કવિતા અને તેનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે અને માતાને તેની સરોગેટ બનવા માટે મંદિરથી આશીર્વાદ લીધા હતા.

'મારી ભાભીએ પણ સરોગેટ બનવા માટે તૈયાર થઈ હતી પરંતુ તે વિદેશમાં રહે છે અને વૈશ્વિક સ્તરે લોકડાઉનના કારણે અહીંયા આવી શકે તેમ નહોતી', તેમ અંતમાં કવિતાએ કહ્યું હતું.

(10:35 am IST)