Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

દેશના ૬ રાજ્યોમાં બીજી લહેરનું પીક ચાલ્યુ ગયું : ધીરે-ધીરે કેસ ઘટે છે

આઇઆઇટી -કાનપુરના વૈજ્ઞાનિકોએ ગણીતીય 'સર' મોડલથી બનાવ્યો રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૧૫: કોરોનાની બીજી લહેરના પીકને લઇને શોધકર્તા અનુમાન લગાવામાં લાગ્યા છે. બે દિવસ પહેલા કેમ્બ્રીજ ટ્રેકરના રિપોર્ટમાં અનુમાન લગાવાયેલ કે ભારતમાં બીજી લહેરના પીકમાંથી પસાર થઇ ચૂકયુ છે.

હવે આઇઆઇટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ગણીતીય 'સર' મોડલના આધારે એક રિપોર્ટ તૈયાર કરી છે. જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલી અપાયેલ છે. જે મુજબ મધ્યપ્રદેશ, યુપી, છત્તીસગઢ, ગુજરાત,મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પીક આવી ચૂકયું છે.

આ રાજ્યોમાં ધીરે -ધીરે નવા કેસ ઘટી રહ્યા છે. પણ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, તેલંગાણા અને કેરળના આંકડા ચિંતાજનક છે. આ ૬ રાજ્યોમાં ગ્રાફ ઉતાર -ચઢાવ વાળો છે.

(12:55 pm IST)