Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કોરોના કયાંથી આવ્યો તે જાણવું ભવિષ્ય માટે જરૂરીઃ વિશ્વના ૧૮ વિશેષજ્ઞોએ પત્ર દ્વારા માંગ ઉઠાવી

લંડન,તા. ૧૫: કોરોના વાયરસની ઉત્પતિને લઇને એક વાર ફરી સવાલ ઉઠવા લાગ્યા છે. વિશ્વના ૧૮ જાણીતા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોનાની ઉત્પતિના સવાલોના જવાબ મેળવવા માટે તપાસ થવી જોઇએ.

તેઓએ સંયુકત રૂપે પત્ર લખ્યો છે, જે સાયંસ જનરલમાં પ્રકાશીત થયો છે. પત્રમાં જણાવાયું છે કે અમે દાવા સાથે કશું નથી કહી શકતા કે કોરોના કેવી રીતે ઉત્પન્ન થયો. આ પ્રાકૃતિક છે કે લેબોરેટરીથી નિકળ્યો છે. આ સવાલોના જવાબ મેળવવા અત્યંત જરૂરી થઇ ગયું છે.

પત્ર લખનારમાં કે બ્રીજ યુનિવર્સિટીના કલીનીકલ માઇક્રો બાયોલોજીસ્ટ રવિન્દ્ર ગુપ્તા અને ફંડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટરના વાયરસ તજજ્ઞ બ્લુમ સામેલ છે. તેઓનું કહેવું છે કે, કોરોનાની ઉત્પતિની તપાસ ભવિષ્યમાં બીમારીઓને સમજવા આસાન કરશે. હાલ તેના લેબથી નિકળવા અને જાનવરોથી ફેલાવા બન્નેમાં આશંકા છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટના આધાર ઉપર અમે પુષ્ટ રીતેથી ન કહી શકીએ કે કોરોના લેબથી નથી આવ્યો. અમે જોયુ છે કે દુનિયાને વાયરસ વિશે બતાવનાર ચીની નાગરીકો, પત્રકારો, ડોકટરો, વૈજ્ઞાનિકોને ભારે કિંમત ચુકવવી પડી છે. વૈજ્ઞાનિકોની માંગ છે કે હવે પારદર્શી, ડેટા આધારિત, સ્વતંત્ર વિવાદ રહિત અને વિશેષજ્ઞોના નિરીક્ષણમાં તપાસ થાય.

ડબલ્યુએચઓની ટીમ ચીન ગઇ હતી. તેમણે વુહાનની લેબની પણ મુલાકાત લીધેલ જ્યાંથી વાયરસ લીક થયાની આશંકા વ્યકત કરી છે. અધ્યયન બાદ ટીમે જણાવેલ કે સંભવત : ચામાચીડીયા કે અન્ય જાનવરથી આ વાયરસ મનુષ્યમાં આવેલ. જેનો ફેલાવો વુહાનથી શરૂ થયેલ. લેબમાંથી વાયરસ લીક થયાના પુરતા પુરાવા ન હોવાનું પણ તેમાં જણાવાયેલ.

(12:55 pm IST)