Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગૌતમ અદાણીને એક જ દિવસમાં રૂ. ૧૪,૩૬૨ કરોડનું નુકસાન

અદાણીની નેટવર્થમાં ગઇ કાલે ૧.૯૬ અબજ ડોલર એટલે કે આશરે ૧૪,૩૬૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે : આ સાથે જ તેઓ ધનિકોની યાદીમાં ૩ ક્રમાંક નીચે સરકયા છે : અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓમાંથી ૫ના શેર ગઇ કાલે ધોવાયા હતા ૫૯.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ૨૦મા ક્રમે એર્િીશયામાં ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમે છે.

મુંબઇ,તા. ૧૫: અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓમાંથી ૫ના શેર ગઇકાલે ધોવાયા હતા. બ્લૂમર્ગ બિલિયનર્સ ઈન્ડેકસ પ્રમાણે, શેર તૂટવાના કારણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ૧.૯૬ અબજ ડોલર એટલે કે આશરે ૧૪,૩૬૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ૫૯.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ત્રણ ક્રમ ફસડાઈને ૨૦મા નંબરે આવ્યા છે. એશિયાની વાત કરીએ તો, મુકેશ અંબાણી અને ચીનના ઝોંગ શૈનશૈન પછી ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે.

અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચના શેર ગઇ કાલે ધોવાયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર ૫.૦૩ ટકા, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઝોન લિમિટેડનો શેર ૨.૩૬ ટકા, અદાણી ટોટલ ગેસનો શેર ૯.૧૦ ટકા, અદાણી ટ્રાન્સમિશનનો શેર ૫ ટકા અને અદાણી પાવરનો શેર ૧.૬૪ ટકા તૂટ્યો હતો. માત્ર અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૩.૬૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપની પાંચ કંપનીઓની માર્કેટ કેપ ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે છે.

અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં આ વર્ષે ઘણો ઉછાળો આવ્યો છે. પરિણામે અદાણીની નેટ વર્થ આ વર્ષે ૨૬ અબજ ડોલર વધી છે. આ વર્ષે કમાણીના મામલે ફ્રાંસના બર્નાર્ડ આરનોલ્ટ સિવાય બાકી સૌને તેમણે હંફાવ્યા છે. આરનોલ્ટની કમાણી આ વર્ષે ૪૬.૫ અબજ ડોલર વધી છે. ટાટા ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાદ અદાણી ગ્રુપ ૧૦૦ અબજ ડોલરનું માર્કેટ કેપ મેળવનારું દેશનું ત્રીજું બિઝનેસ ગ્રુપ છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણી બ્લૂમર્ગ બિલિયનર્સ ઈન્ડેકસમાં ૧૩મા સ્થાને છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૨.૩૯ અબજ ડોલરનો દ્યટાડો જોવા મળ્યો છે. ૭૪.૩ અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યકિત છે. રિલાયન્સનો શેર ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૨,૩૬૯ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. એ વખતે રિલાયન્સનું માર્કેટ કેપ ૧૬ લાખ કરોડ રૂપિયાને પાર ગયું હતું. આ સાથે જ અંબાણીની નેટવર્થ ૯૦ અબજ ડોલર થઈ હતી. તેઓ દુનિયાના ધનિકોની યાદીમાં ચોથા સ્થાને પહોંચ્યા હતા. જો કે, ત્યારબાદ કંપનીના શેરમાં ઘટાડો આવતા તેઓ ટોપ ૧૦ અમીરોની યાદીમાંથી બહાર ફેંકાયા હતા.

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેકસ પ્રમાણે, અમેઝોનના જેફ બેજોસ દુનિયાના સૌથી વધુ ધનિક વ્યકિત છે. તેમની નેટવર્થ ૧૮૮ અબજ ડોલર છે. દુનિયાની સૌથી વેલ્યૂએબલ ઓટો કંપની ટેસ્લા અને સ્પેસએકસના સીઈઓ એલન મસ્ક ૧૬૪ અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. ફ્રાંસના બિઝનેસમેન અને વિશ્વની સૌથી મોટી લગ્ઝરી ગુડ્સ કંપનીના સીઈઓ બર્નાર્ડ આરનોલ્ટ ૧૬૧ અબજ ડોલરની નેટવર્થ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ આ યાદીમાં ૧૪૪ અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે. અમેરિકન મીડિયાના દિગ્ગજ અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ૧૧૮ અબજ ડોલકની સંપત્ત્િ। સાથે પાંચમા સ્થાને છે. જાણીતા બિઝનેસમેન અને રોકાણકાર ૧૧૦ અબજ ડોલરની નેટવર્થ સાથે યાદીમાં છઠ્ઠા સ્થાને છે. અમેરિકાના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને ઈન્ટરનેટ આંત્રપ્રેન્યોર લોરી પેજ ૧૦૪ અબજ ડોલર સંપત્ત્િ। સાથે સાતમા સ્થાને, ગૂગલના કો-ફાઉન્ડ સર્ગેઈ બિન ૧૦૧ અબજ ડોલર સાથે આઠમા ક્રમે છે. ૯૧.૧ અબજ ડોલરની નેટવર્થ સાતે લેરી એલિસન નવમા અને અમેરિકાના બિઝનેસમેન તેમજ રોકાણકાર સ્ટીવ બાલ્મર ૮૯.૭ અબજ ડોલરની નેટવર્થ સાથે ૧૦મા સ્થાને છે. દુનિયાના ટોપ ૧૦ ધનિકોમાંથી ૯ અમેરિકાના છે.

(4:02 pm IST)