Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં બનેલી ઘટના

નાનાભાઈનું મોત થતાં આઘાતમાં મોટાનું પણ મૃત્યુઃ બંનેની એકસાથે અર્થી ઉઠીઃ સાથે જ અંતિમ સંસ્કાર

બાળપણથી બંને વચ્ચે ખૂબ પ્રેમ હતોઃ એકસાથે બેસીને જ જમતા હતાઃ બંનેની એકસાથે અર્થી ઉઠતા ગામ હિબકે ચઢયું

લખનઉ, તા.૧૫: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં તાવને કારણે નાના ભાઇનું મોત થયા બાદ મૃતદેહ જોઈને મોટાભાઈએ પણ દમ તોડી દીધો. આમ એક જ દ્યરમાંથી એકસાથે બે ભાઈઓની અર્થી ઉઠતા આખા ગામમાં માતમ છવાઈ ગયો. ગામની બહાર બંને ભાઈઓના એકસાથે અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા. તમને જણાવી દઈએ કે, ગામડાઓમાં તાવને કારણે દ્યણા લોકોના આ રીતે જ મોત થયાના અનેક કિસ્સા સામે આવ્યા છે.

હમીરપુર જિલ્લાના મુસ્કરા વિસ્તારના ખડેહીલોધન ગામના નિવૃત્ત્। શિક્ષક રામ ગોપાલ વર્મા છેલ્લા ચાર દિવસથી તાવ અને ઉધરસથી ત્રસ્ત હતા. પરિવારજનો તેમને રાઠ શહેરની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જયાં હાલત નાજુક બનતા ડોકટરોની સલાહ પર તેમને ઝાંસીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. નિવૃત્ત્। શિક્ષકનો મૃતદેહ ગામ લાવવામાં આવ્યો હતો, જયાં નાનાભાઈની લાશ જોઇને મોટા ભાઈનું પણ મોત નીપજયું હતું. જયારે ઘરેથી એકસાથે બંને ભાઈઓની અર્થી ઉઠી તો આખું ગામ હિબકે ચઢ્યું હતું.

બંનેના મૃતદેહોના એક સાથે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે બંને ભાઈઓમાં બાળપણથી જ ખૂબ પ્રેમ હતો. બંને તેમના પરિવારજનોનું ભરણ-પોષણ કરતા હતા, પરંતુ દરરોજ તેઓ બંને એકસાથે બેસીને જમતા હતા. પરિવારના સભ્યોનું કહેવું છે કે રામ ગોપાલ તાવથી પીડિત હતા. મોટા ભાઈ પણ થોડા દિવસોથી બીમાર હતો, પરંતુ નાના ભાઈનું મોત થતાં તેઓ સહન ન કરી શકયા અને તેમણે પણ દમ તોડી દીધો.

(4:06 pm IST)