Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કેયર્નને પૈસા ન મળ્યા તો એર ઇન્ડીયાને અમેરિકી કોર્ટમાં ઢસડી ગઇ

નવી દિલ્હી : બ્રિટનની ઓઇલ કંપની કેયર્ન એનર્જીએ ભારત સરકાર પાસેથી ૧.ર અબજ ડોલર વસુલવા માટે એર ઇન્ડીયાને અમેરિકાની એક કોર્ટમાં ઢસડી ગઇ છે. અમેરિકાની એક ડીસ્ટ્રીકટ કોર્ટ ફાઇલીંગમાં આ વાત બહાર આવી છે. જેનો હેતુ ભારત સરકાર પર દબાણ લાવવાના છેઃ રેટ્રોસ્પેકટીવ ટેક્ષ મામલામાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા ઓથોરીટીએ કેયર્નના પક્ષમાં ફેંસલો આપ્યો હતો અને ભારત સરકારની કંપનીને ૧.ર અબજ ડોલર ચૂકવવા કહ્યું હતું.

(4:08 pm IST)