Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઉત્તર પ્રદેશમાં કોરોના કર્ફ્યુ 24 મે સુધી લંબાવાયું : પાથરણાવાળા, રેકડીવાળાને ત્રણ મહિના સુધી દરમહિને એક હજારનું ભથ્થુ અપાશે

કોરોનાના કહેર વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે ફરી વખત વીકેન્ડ લોકડાઉન 24 મે સુધી લંબાવ્યું

નવી દિલ્હી : કોરોના વાયરસના વધતા ફેલાવા વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે ફરીવાર વીકેન્ડ લોકડાઉન 24 મે સુધી લંબાવ્યું છે. વીકેન્ડ કોરોના કર્ફ્યુ હવે 24 મે સવારે સાત વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન પહેલાની માફક તમામ પ્રતિબંદો લાગુ રહેશે. જેમાં ઇમરજન્સી અને જીવન જરુરી સેવાઓને છુટ આપવામાં આવી છે. તો આ સાથે જ ઉત્તર પ્રદેશ સરકારે અન્ય એક મોટો નિર્ણય પણ કર્યો છે. જેમાં પાથરણાવાળા, રેકડીવાળા લોકોને મહિને એક હજારનું ભથ્થુ આપવામાં આવશે. આ ભથ્થુ ત્રણ મહિના સુધી આપવામાં આવશે.

શનિવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની અધયક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 24 મે સુધી વીકેન્ડ લોકડાઉન લંબાવવા અંગે સહમતિ આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પ્રકોપ ઉતર પ્રદેશના ગામાડાઓમાં પણ કહેર વર્તાવી રહ્યો છે. રાજ્યના શહેરોમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થઇ રહ્યો છે પરંતુ હવે ગામડાઓની હાલત ખરાબ થઇ રહી છે. જેના કારણ સરકારની ચાં વધી છે.

છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળી રહ્યા છે. આ સિવાય નદી કિનારે અનેક મૃતદેહો દટાયેલા મળી રહ્યા છે. જેને પરથી ઉત્તર પ્રદેશના ગામડાઓની હાલતનો અંદો લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 30 એપ્રિલથી કર્ફ્યુ લાગુ છે. જેને હવે 24 મે સુધી લંબાવવામાં આવ્યો છે

(9:00 pm IST)