Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ સરકાર અને લોકો બેફિકર થઈ ગયા'તા, પરંતુ આપણે પોઝિટીવ રહેવું પડશે

પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે અને આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે. હાલની પરિસ્થિતિમાં તર્કહિન નિવેદન ન આપવું જોઈએ. આપણે એકજૂટ રહેવું પડશે અને એક ટીમની જેમ કામ કરવું પડશે.આપણે આજની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કારણ કે સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઈ રહી છે પરંતુ આપણે ડરવાની નહીં પરંતુ પોતાની જાતને તૈયાર રાખવાની જરુર છે.

ભાગવતજીએ ઉમેર્યું કે કોરોના મહામારી માનવતાની સામે મોટો પડકાર છે અને ભારતે દાખલો બેસાડવાનો છે. આપણે દોષો કાઢવાને બદલે એક ટીમ તરીકે કાર્ય કરવું જોઈએ. ટીકા ટીપ્પણીઓ તો આપણે પછીથી પણ કરી શકીશું.

સંઘ સુપ્રીમો શ્રી મોહન ભાગવતે જણાવ્યું કે હું બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું એક વિધાન હમેંશા કહું છું. ચર્ચિલ કહેતા કે મારી ઓફિસમાં નિરાશાવાદને કોઈ સ્થાન નથી. અમે પરાજયની સંભાવના માટે  જરા પણ ઈચ્છુક નથી. પરાજય તો અસ્તિત્વમાં જ નથી. ભારતે પણ આવી જ રીતે મહામારી પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે.

(10:52 pm IST)