Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરાયો

નવી કિંમતો રવિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને CNG-PNGના ભાવમાં સતત વધારો થાય છે

નવી દિલ્હી :દેશમાં ચાલી રહેલી મોંઘવારી વચ્ચે શનિવારે દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો રવિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. તે જ સમયે, સીએનજીમાં 2 રૂપિયાના વધારા પછી, દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 73.61 રૂપિયા, નોઇડા અને ગાઝિયાબાદમાં 76.17 રૂપિયા, ગુરુગ્રામમાં 81.94 રૂપિયા, અજમેર અને પાલીમાં 83.88 રૂપિયા, મેરઠ, શામલી અને મુઝફ્ફરનગરમાં 80.84 રૂપિયા છે. અને કાનપુર અને ફતેહપુર 85. 40 રૂપિયા થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને CNG-PNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકો સામે સંકટ ઉભુ થયું છે. મુંબઈમાં એક દિવસ પહેલા જ CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં, મહાનગર ગેસ લિમિટેડે બુધવારે જ CNG 5 રૂપિયા પ્રતિ કિલો અને PNG 4.50 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર વધાર્યો હતો, ત્યારબાદ મુંબઈમાં CNG 72 રૂપિયા અને PNG 45.50 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

(12:27 am IST)