Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈપણસભ્યને રાજકીય કારકિર્દીમાં રસ નથી: અદાણી ગ્રુપની સ્પષ્ટતા .

અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અથવા તેમની પત્ની પ્રીતિ અદાણીને કોઈપણ રાજકીય પક્ષ તરફથી રાજ્યસભામાં જઇ શકે છે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપે આ અંગે ખુલાસો કરવાની ફરજ પડી

નવી દિલ્હી :તાજેતરમાં ગૌતમ અદાણીના રાજકારણમાં પ્રવેશને લઇને અફવાઓ વહેતી થઇ હતી. ત્યારે આ બાબતે અદાણી ગ્રુપ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. અદાણી ગ્રુપે શનિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છેકે ગૌતમ અદાણીના રાજકારણમાં કોઇ રસ નથી.નોંધનીય છેકે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઇ. ત્યારે અહેવાલોમાં એવો દાવો કરાયો કે અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અથવા તેમની પત્ની પ્રીતિ અદાણીને કોઈપણ રાજકીય પક્ષ તરફથી રાજ્યસભામાં જઇ શકે છે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપે આ અંગે ખુલાસો કરવાની ફરજ પડી હતી.

અદાણી ગ્રુપે પોતાના નિવેદનમાં લખ્યું – કેટલાક લોકો પોતાના ફાયદા માટે નામ ખરાબ કરી રહ્યા છે. અદાણી ગ્રૂપે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે સમાચારથી વાકેફ છીએ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ અદાણી અથવા ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ આપવામાં આવી શકે છે. આ સમાચાર ખોટા છે. જ્યારે પણ રાજ્યસભામાં કોઈ જગ્યા ખાલી હોય છે ત્યારે આવા સમાચાર આવવા લાગે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો પોતાના ફાયદા માટે અમારું નામ તેમના રિપોર્ટમાં ઢસડી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈપણ સભ્યની રાજકીય કારકિર્દી કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવામાં કોઈ રસ નથી

(2:17 pm IST)