Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ચીનમાં લોકોને ઘરમાં કેદ રાખવા ઉડાવ્યા ડ્રોન :કોરોનાના નવા સ્ટ્રેનથી લોકોમાં ભય

ગ્વાંગ્ઝૂમાં લોકોને ઘરની અંદર રાખવા અને બહાર જતા માસ્ક પહેરવાની યાદ અપાવવા માટે 60 ડ્રોન તૈનાત

ચીનના દક્ષિણ શહેર ગ્વાંગ્ઝૂમાં લોકોને ઘરની અંદર રાખવા અને બહાર જતા માસ્ક પહેરવાની યાદ અપાવવા માટે 60 ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. ચાઇનામાં મોટા ભાગે કોવિડ-19ના સ્થાનિક ચેપના કેસો નિયંત્રણંમાં લઈ લીધા છે, પરંતુ ગ્વાંગ્ઝૂમાં કોરોનાવાયરસના વધુ ચેપી સ્વરૂપના કેસો વધતા જોવા મળ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ગ્વાંગ્ઝૂમાં છ નવા કેસ નોંધાયા છે, જેના કારણે કોરોનાવાયરસ ન્યૂ સ્ટ્રેઇનના કેસો 100 થઈ ગયા છે. પોલીસે કેમેરાથી સજ્જ ડ્રોન ઉડાવ્યા હતા અને બહાર જતા લોકોને સંદેશા આપ્યો. ડ્રોન ઉપરાંત શહેરમાં ફોન પર આરોગ્યની માહિતી મેળવવા, તાપમાન માપવા અને ચેપનું જોખમ વધારે હોય તેવા વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને આઈશોલેશન કરવા જેવા પગલા લેવામાં આવી રહ્યા છે.

ચીન તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાવાયરસનો તે સ્ટ્રેન ગ્વાંગ્ઝૂમાં મળી આવ્યો છે, જે ભારતમાં જોવા મળે છે. આને કારણે, ગ્વાંગ્ઝૂએ ઘણા શહેરોથી પોતાને અલગ કરી લીધુ છે. શહેર અને આસપાસના લોકોને પ્રાંતની બહાર જવા પર પ્રતિબંધ છે અને ત્યાં સિનેમા, મોલ્સ અને અન્ય મનોરંજન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

(12:00 am IST)