Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મિઝોરમમાં 38 પત્નીઓ અને 89 બાળકોની સાથે વિશ્વના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું 76 વર્ષની વયે નિધન

આ માહિતી ખુદ સીએમ જોરમથાંગાએ ટ્વીટ કરીને આપી: લખ્યું કે -મિઝોરમનું બકટાવંગ તલંગનુમ ગામ તેમના આ બહોળા પરિવારનાં કારણે એક અગ્રણી પર્યટન સ્થળ બની ગયું હતું

મિઝોરમમાં 38 પત્નીઓ અને 89 બાળકોની સાથે દુનિયાનો સૌથી મોટો પરિવારનાં વડા જિઓના ચાનાનું 76 વર્ષની વયે નિધન થયું છે, આ માહિતી ખુદ સીએમ જોરમથાંગાએ આપી છે. વધુમાં મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે "મિઝોરમનું બકટાવંગ તલંગનુમ ગામ તેમના આ બહોળા પરિવારનાં કારણે એક અગ્રણી પર્યટન સ્થળ બની ગયું હતું."

જિયોના ચાનાનો પરિવાર 100 રૂમ ધરાવતા 4 માળનાં મકાનમાં રહે છે, અને તે આત્મનિર્ભર છે, મોટાભાગનાં સભ્યો કોઇને કોઇ વેપારમાં લાગેલા છે, તેમણે સત્તાવાર રેકોર્ડમાં, રાજ્યમાં કોંગ્રેસ સરકારની ગરીબ સમર્થક નવી ભુમિ ઉપયોગ નિતીનાં હેઠળ યોજનાઓનો સારો ઉપયોગ કર્યો છે, અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પરિવારમાં લગભગ 200 લોકો છે.

જિઓના ચાનાનો પરિવાર 14 પુત્રવધૂઓ અને 33 પૌત્ર-પૌત્રીઓ અને એક નાનો પ્રપૌત્ર સાથે રહે છે, જિઓના દુનિયાનાં આ સૌથી મોટા પરિવારનાં વડા હોવાનું ગૌરવ અનુભવતા હતાં, જિઓના પોતાના પરિવારને શિસ્તપુર્વક ચલાવતા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે પરિવારની મહિલાઓ ખેતી કરે છે, અને ઘર ચલાવવામાં પોતાનું યોગદાન આપે છે, જિઓનાની સૌથી મોટી પત્ની ઘરની સૌથી વરિષ્ઠ મહિલાની જવાબદારી નિભાવે છે, અને ઘરનાં સભ્યોનાં કામની વહેંચણી કરે છે, એક મોટા રસોડામાં 181 સભ્યોનું ભોજન તૈયાર કરવા માટે ઘરની મહિલાઓ સવારથી જ લાગી જાય છે.

(12:00 am IST)