Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

એકિસસ મ્યુચ્યુઅલ ફંડે

'એકિસસ કવાન્ટ ફંડ' લોંચ કર્યું

મુંબઈ તા. ૯ : કોર્પોરેટ ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અને કોર્પોરેટ ડિસ્કલોઝર્સમાં મોટો સુધારો થવાના પરિણામે રોકાણની દુનિયામાં ડેટાની ઉપલબ્ધમાં મોટું પરિવર્તન જોવા મળે છે. આ એસેટ મેનેજર્સ માટે મોટી તક છે અને ફંડ મેનેજમેન્ટની પ્રક્રિયાને વધારે સારી બનાવવા માટે પરિવર્તનની ખાતરી આપે છે. આ નવી લહેરનો સફળતાપૂર્વક સ્વીકાર કવોન્ટિટેટિવ ટેકનિક દ્વારા થઈ શકે છે – આ આવશ્યક મોડલ્સ છે, જે આ ડેટાનું પ્રોસેસિંગ કરવામાં કુશળ છે અને રોકાણના વિચારો રજૂ કરવા એનો ઉપયોગ થાય છે. સ્પેશ્યલાઇઝ ફંડો કવાન્ટ ફંડ નામના આ અભિગમનો ઉપયોગ કરે છે.

તો કવાન્ટ ફંડ એટલે શું? પશ્ચિમમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી અભિગમ કવોન્ટિટેટિવ સ્ટ્રેટેજી એક વિકલ્પ છે અને બજારોમાં રોકાણ કરવાની પરંપરાગત રીતમાં પૂરક અભિગમ છે. એમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવા માટે ગાણિતિક મોડલ અને સિસ્ટેમેટિક અભિગમનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાની તાકાત મોટી સંખ્યામાં સ્ટોકસનું વિશ્લેષણ કરવાની એની ક્ષમતામાં અને રોકાણની સારી તકોને ઓળકવા વિવિધ ડેટા પોઇન્ટનો સમન્વય કરવામાં આવે છે. આ મોડલ મેનેજરને જોખમ અને વળતરના ઉદ્દેશો વચ્ચે સંતુલન સ્થાપિત કરતા એક પોર્ટફોલિયો બનાવવાની સુવિધા પણ આપે છે. અમને અપેક્ષા છે કે, આપણા બજારો અને સિસ્ટમ પરિપકવ થવાનું જાળવી રાખશે એટલે આ પ્રકારના ઉત્પાદનો વધારે મહત્વ ધારણ કરશે અને રોકાણકારોના પોર્ટફોલિયોમાં સારું એવું સ્થાન મેળવશે.

 ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીનું એક એકિસસ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના લાંબા ગાળાના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મદદરૂપ થવા અનુકૂળ અને ઇનોવેટિવ ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં હંમેશા મોખરે રહે છે. આ સફરને આગળ વધારીને એકિસસ મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ ઓફર – 'એકિસસ કવાન્ટ ફંડ'ની જાહેરાત કરી છે, જે રોકાણ કરવા માટે ફંડામેન્ટલથી સંચાલિત કવોન્ટિટેટિવ અભિગમને અનુસરે છે. પોતાના ઇન-હાઉસ મોડલ દ્વારા આ અભિગમનો ઉદ્દેશ રોકાણ કરવા સારી બોટમ-અપ સ્ટોક તકોને ઓળખવાનો તથા જોખમ અને વળતર એમ બંનેની સંભવિતતાની ગણતરી કરવાનો છે.

આ મોડલનો ઉદ્દેશ વૃદ્ઘિની સારી સંભવિતતા સાથે ગુણવત્તાયુકત સ્ટોકનો પોર્ટફોલિયો વાજબી કિંમતે પસંદ કરવાનો છે. સ્ટોકની પસંદગી કરવા માટે આ અભિગમ જોખમનું શિસ્તબદ્ઘ વ્યવસ્થાપન કરવાની સાથે પોર્ટફોલિયો બનાવવામાં મદદરૂપ થાય છે.

(9:52 am IST)