Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ફાઇઝર અને મોડર્ના વેકિસનને લઇને ચોંકાવનાર રિપોર્ટ, હાર્ટની દુર્લભ બિમારીનો જન્મઃ ર૧૬ લોકોને પહેલા ડોઝ અને પ૭૩ નો બીજા ડોઝ બાદ અસર

નવી દિલ્હી તા.૧૪ : અમેરીકામાં ફાઇઝર અને મોડર્ના વેકિસનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે ૮૦૦ કેસ સામે આવ્યા છે જેની સીડીસી દ્વારા તપાસ ચાલી રહી છે. આ આંકડા વેકિસન સુરક્ષાને લઇ યોજાયેલી એક બેઠકમાં સામે આવ્યા છે કેટલાક સંશોધકોએ વેકિસનના કારણે સર્જાયેલી આ સમસ્યાને લઇ ચિંતા વ્યકત કરી હતી.

જાણવા મળ્યા મુજબ તેમાં અડધાથી વધારે સમસ્યા ૧ર થી ર૪ વર્ષની ઉંમરના લોકોને થઇ છે. જયારે દેશમાં કરોડો વેકિસનમાંથી માત્ર ૯ ટકા જ આ ઉંમરના લોકોને અપાઇ છે

આ જાણકારી સામે આવ્યા બાદ હવે સીડીસીના સલાહકાર વેકિસનથી સર્જાયેલી જટીલતાઓ,માયોકાર્ડાઇટીસ અને પૈરિકાર્ડાઇટીસના કારણે જાણવા ૧૮ જુનના રોજ બેઠક યોજાશે.

માઓકાર્ડાઇટેસમાં હૃદયની માંસપેશીઓનમા તો પૈરિકાર્ડાઇટીસમાં હૃદયની આજુબાજુ આવેલા પટલોમાં સોજા આવવા લાગેછ ે. ૩૧ મે સુધીમાં ર૧૬ લોકોને પહેલા ડોઝ બાદ અને પ૭૩ લોકોને બીજા ડોઝ બાદ માયોકાર્ડાઇટીસ કે પૈરિકાર્ડાઇટીસનો સામનો કરવો પડયો હતો. ૧૬-૧૭ વર્ષની ઉમરના ૭૯ અને ૧૮-ર૪ વર્ષની ઉમરના ૧૯૬ યુવાનોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા હતા.

(4:57 pm IST)