Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગુજરાત સહિત પંજાબ અને હરિયાણામાં ૪૮ કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી :હવામાન ખાતાએ જાહેર કરી ચેતવણી

નવી દિલ્હી,તા.૧૪: ભારતીય હવામાન વિભાગ અનુસાર પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ગુજરાતમાં તોફાનની સાથે ૧૫ અને ૧૬ જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા ૪૮ કલાકમાં અહીં ૬થી ૭ સેમીનો વરસાદ રહેવાની શકયતા છે. હવામાન વિભાગએ કહ્યું છે કે આ ૨ દિવસમાં વિજળી અને ભારે પવનની સાથે વાદળ ગરજશે અને સાથે કેટલાક વિસ્તારોમાં છાંટા પડશે. ૧૫ અને ૧૬ જૂનના રોજ શરૂઆતના કલાકોમાં વરસાદ અને તોફાનની ગતિ વધવાની શકયતા છે. અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદની ભારે શકયતા છે. આ સામાન્ય વરસાદ ૧-૫ સેમી તો ભારે વરસાદ ૭ થી ૧૨ સેમી નોંદ્યાઈ શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર હરિયાણાના સિરસામાં ૧૦૧.૪ મિમીનો વરસાદ થયો છે જયારે ડબવાલીમાં ૬૨ મીમીનો વરસાદ થયો છે. અન્ય જગ્યાઓમાં નરવાનામાં ૩૨ મીમી, ફતેહાબાદના રતિયામાં ૫૨ મીમી અને સાથે નારનોલમાં મીમી અને રોહતકમાં ૧૪.૮ મીમીનો વરસાદ થયો છે.

હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે યમુનાનગર, કુરુક્ષેત્ર, કેથલ, કરનાલ, પાણીપત, ગન્નોર, ફતેહાબાદ, બરવાલા, નરવાના, રજોંધ, અસંધ, સફીદૌં, જીંદ, ગોહાના, હિસાર, હાંસીની આસપાસના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે પવન પણ ફૂંકાયો હતો.ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શકયતા છે. તો અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શકયતા છે.

(4:58 pm IST)