Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

દેશની તમામ સંરક્ષિત સ્મારકો ૧૬ જુનથી ખુલશે

કેન્દ્ર સાંસ્કૃતિક મંત્રાલયે જાહેર કરી SOP

નવી દિલ્હી તા. ૧૪ : આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાએ દેશની તમામ સંરક્ષિત ધરોહરોને ૧૬ જૂનથી ખોલવા જાણકારી આપી છે. ૧૬ જૂનથી લોકો ઐતિહાસિક ધરોહરોની મુલાકાત લઈ શકશે. એપ્રિલ માસમાં કોરોનાના વધતા કેસના કારણે બધા જ સંરક્ષિત સ્થળોને પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે તે ખુલ્લા મુકાશે. આ સંબંધમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાએ સોમવારે આદેશ જાહેર કર્યા છે.

કોરોનાની બીજી લહેરના કારણે ૧૫ એપ્રિલે તમામ સંરક્ષિત ઈમારતોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે કેસ ઘટી જતા તેના માટે એસઓપી જાહેર કરવામાં આવી છે અને સ્મારકો અને સંગ્રહાલય ખુલ્લા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ તમામ સ્થળોએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરવું પડશે.આ સાથે જ જિલ્લા કે આપદા પ્રબંધનની ગાઈડ લાઈનનું પણ પાલન કરવું ફરજિયાત હશે.

(4:59 pm IST)