Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ભાજપને મળેલા ૭૫૦ કરોડ રૂપિયાની સામે સવાલ કર્યો

શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહાર : વર્તમાન રાજનીતિ માત્ર પૈસાની રમત બની ગઈ છે, નીતિ, વિચારધારા, રાષ્ટ્ર વગેરે સંકલ્પનાઓ પાછળ રહી ગઈ

મુંબઈ, તા. ૧૪ : શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. વખતે તેમની ટીકાનું કારણ છે ભાજપાને મળેલું ૭૫૦ કરોડ રૂપિયાનું ફંડ. સામના મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે, તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર એક વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને ૭૫૦ રૂપિયાનું ફંડ મળ્યું છે. માત્ર સત્તાવાર ફંડનો આંકડો છે, બાકી ટેબલ નીચેની રકમ અલગ છે. આટલું બધું ફંડ કોર્પોરેટ કંપનીઓ સિવાય વ્યક્તિગત સ્વરૂપે પણ મળે છે. વર્તમાન રાજનીતિ માત્ર પૈસાની રમત બની ગઈ છે. નીતિ, વિચારધારા, રાષ્ટ્ર વગેરે સંકલ્પનાઓ પાછળ રહી ગઈ છે.

પૈસા ફેંકો અને તમાશો જુઓ- ખેલ પાછલા અમુક વર્ષોમાં શરૂ થઈ ગયો છે. પહેલો પ્રશ્ન ઉમેદવારને પુછવામાં આવે છે કે, તમારી જાતિ કઈ છે. બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે-તમે કેટલા પૈસા ખર્ચવા સમર્થ છો. માટે વર્તમાનની ચૂંટણી રાજનીતિમાં જાતિ અને પૈસા બે મુખ્ય વાતોને મહત્વ આપવામાં આવે છે. ઉમેદવાર ધનિક હોવો જોઈએ. તેનાથી રાજકીય પાર્ટી પણ પોતાના સ્તર પર ધનિક બનતી જાય છે.

સામનાએ લખ્યું છે કે, ૨૦૧૯-૨૦ એક વર્ષના હિસાબમાં ઘણી ગરબડ છે. સમય દરમિયાન સોનિયા ગાંધીની રાષ્ટ્રીય કોંગ્રેસને ૧૩૯ કરોડ રૂપિયા ફંડ મળ્યુ હતું. ત્રીજા ક્રમાંક પર એનસીપી છે, જેને ૫૯ કરોડ રૂપિયા ફંડ મળ્યું છે. તૃણમૂલ કોંગ્રેસને કરોડ રૂપિયા, સીપીએમને ૧૦. કરોડ રૂપિયા અને સીપીઆઈને . કરોડ રૂપિયા ફંડમાં મળ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ૭૫૦ કરોડનો આંકડો વાસ્તવમાં આનાથી મોટો હોઈ શકે છે.

મુખપત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, વખતે સૌથી મોટી રકમ પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને ૨૧૭.૭૫ કરોડ રૂપિયા દાન આપ્યા છે. આઈટીસી ગ્રુપે ૭૬ કરોડ, જન કલ્યાલ ટ્રસ્ટે ૪૫.૯૫ કરોડ, મહારાષ્ટ્રના બીજે શિર્કે કન્સ્ટ્રક્શને ૩૫ કરોડ, લોઢા ડેવલોપર્સે ૨૧ કરોડ, જ્યુપિટર કેપિટલે ૧૫ કરોડ રૂપિયા આપ્યા છે. દેશની ૧૪ શૈક્ષણિક સંસ્થાઓએ પણ ભારતીય જનતાપાર્ટીને કરોડો રૂપિયા આપ્યા છે.

૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં પૈસાનો અપાર અને અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવ્યો. પૈસા લાવવા અને લઈ જવા માટે વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. સત્તા અને પૈસાનો નશો અલગ પ્રકારનો હોય છે. પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા. અને પછી પૈસાથી વારંવાર સત્તા. ચક્રમાંથી બહાર નીકળવું હવે લોકતંત્રમાં કોઈના માટે પણ શક્ય હોય તે લાગી નથી રહ્યું. ઉદ્યોગપતિ, બિલ્ડર, વેપારી મંડળ, કરોડો રૂપિયાનું દાન કોઈ રાજકીય પાર્ટીને કેમ આપે છે? માત્ર દાન માટે? દાનને આગામી પાંચ વર્ષમાં વસુલવામાં આવે છે. ઉદ્યોગપતિઓ માટે કાયદા બદલાઈ જાય છે. નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.

(8:03 pm IST)