Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

યુનોની વર્ચ્‍યુઅલ બેઠકમાં નરેન્‍દ્રભાઇએ કચ્‍છના બન્‍નીને યાદ કર્યુ

રણ વિસ્‍તારમાં સફળતાપુર્વક ઉગાડાયેલ ઘાસનો વિશ્વ સમક્ષ ઉલ્લેખ કર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૫ :  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ રાષ્‍ટ્રીય અને આંતરાષ્‍ટ્રીય સ્‍તરે અવારનવાર કચ્‍છને યાદ કરતા રહે છે. સોમવારે નરેન્‍દ્રભાઈએ વિશ્વ સમક્ષ ફરી એક વખત કચ્‍છને યાદ કર્યું હતું. સોમવારે યુનોની વર્ચ્‍યુઅલ બેઠક દરમ્‍યાન જમીન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીએ કચ્‍છનો ઉલ્લેખ કર્યો હતો. કચ્‍છના બન્નીના રણ વિસ્‍તારની સૂકી અને બંજર ભૂમિમાં અમે સફળતાપૂર્વક ઘાસનું વાવેતર કરી દેખાડ્‍યું છે અને જમીનને બંજર બનતા અટકાવી છે. દુષ્‍કાળ, વધતો જતો રણ વિસ્‍તાર અને જમીનનો ઘસારો એ વિષય ઉપર વાત કરતાં નરેન્‍દ્રભાઈએ ફળદ્રુપ જમીનમાં થઈ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્‍યકત કરતાં કચ્‍છનું ઉદાહરણ ટાંકયું હતું. બન્નીની બંજર જમીનને ઘાસ ઉગાડી પ્રાકળતિક ઉપાયો સાથે ફળદ્રુપ બનાવી અને જમીન બંજર બનતા અટકી ગઈ. (૨૫.૩)

(11:13 am IST)