Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ૨૫ દિવસમાં ૬ રૂપિયાથી વધુનો વધારો

આજે સરકારી તેલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી

નવી દિલ્હી, તા.૧૫: છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત અને ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. છેલ્લા ૨૫ દિવસમાં જ પેટ્રોલ પ્રતિ લિટર ૬.૦૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

આજે સરકારી તેલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રોલની કિંમતમાં ૨૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો જયારે ડીઝલના ભાવમાં ૩૦ પૈસા વધારો થયો હતો. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૬.૪૧ રૂપિયા છે અને ડીઝલની કિંમત ૮૭.૨૮ રૂપિયા છે.

જાણો ૨૫ દિમાં પેટ્રોલ-ડીઝલ કેટલું મોંઘું થયું ?

૪ મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. હાલ ઇંધણ ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ૨૫ દિવસમાં સતત મોંદ્યા થઇ રહેલા બળતણને આમ આદમીની ચિંતામાં વધારો કર્યો છે પેટ્રોલ ૬.૦૯ પ્રતિ લીટર મોંદ્યુ થઈ ગયું છે જયારે ડીઝલમાં ૨૫ દિવસમાં લિટર દીઠ ૬.૩૦ રૂપિયા વધારો કરાયો છે.

(10:22 am IST)