Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રિસર્ચમાં થયો મોટો દાવો

કોરોના સંક્રમિત લોકો માટે વેક્‍સિનનો એક જ ડોઝ યોગ્‍ય

હૈદરાબાદ,તા.૧૫: કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થયેલા વ્‍યક્‍તિઓ માટે કોવિડ-૧૯ વેક્‍સિનનો એક જ ડોઝ લેવો યોગ્‍ય માનવામાં આવી રહ્યો છે. કારણ કે, તેનાથી એન્‍ડિબોડીની જે પ્રક્રિયા થાય છે તે એવા વ્‍યક્‍તિઓમાં વધારે થાય છે જે પહેલા સંક્રમિત ન થયા હોય.

ગઇ કાલે પ્રકાશિત એઆઈજી હોસ્‍પિટલો દ્વારા કરવામાં આવેલા અભ્‍યાસના પરિણામોમાં આ માહિતી બહાર આવી હતી.શહેર સ્‍થિત ‘એઆઇજી હોસ્‍પિટલો'એ તાજેતરમાં ૧૬ જાન્‍યુઆરીથી ૫ ફેબ્રુઆરી સુધી કામ કરનારા ૨૬૦ આરોગ્‍ય કર્મચારીઓ પર હાથ ધરવામાં આવેલા એક અભ્‍યાસના પરિણામો પ્રકાશિત કર્યા છે. વચ્‍ચે લેવામાં આવ્‍યા હતા આ અધ્‍યયન ‘આંતરરાષ્‍ટ્રીય જર્નલ ઓફ ઇન્‍ફેક્‍ટીસ ડિસીઝ'માં પ્રકાશિત થયો છે.

બધા દર્દીઓને કોવિશિલ્‍ડ રસી આપવામાં આવી હતી. રસીકરણની વ્‍યૂહરચના પર આ અધ્‍યયનની અસર અંગે, એઆઈજી હોસ્‍પિટલોના પ્રમુખ ડી.એન. નાગેસ્‍વરા રેડ્ડીએ જણાવ્‍યું હતું કે, પરિણામો દર્શાવે છે કે, કોવિડ -૧૯નું નિદાન કરાયેલ લોકોને રસીના બે ડોઝ લેવાની જરૂર છે, કારણ કે એક માત્રા એવા લોકો જેટલા એન્‍ટિબોડીઝ પેદા કરશે જેમને ક્‍યારેય ચેપ લાગ્‍યો નથી અને બે ડોઝ લીધા છે.

ડો. રેડ્ડીએ જણાવ્‍યું હતું કે, દેશમાં રસીનો અભાવ હોય ત્‍યારે આ સમયની સાથે રસીનો ડોઝ પણ બચાવશે.

 

(10:56 am IST)