Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દેશના નાના શહેરોના એરપોર્ટ બની રહ્યા છે સોનાની દાણચોરીના અડ્ડા

પીળી ધાતુનો કાળો કારોબારઃ એરપોર્ટથી તસ્‍કરોની ઉડાઉડ

નવી દિલ્‍હી : સોનાની દાણચોરીમાં હવે ૪ મહાનગરોની સાથે-સાથે નાના શહેરો પણ સામેલ થયા છે. દાણચોરોએ આ નાના શહેરોના એરપોર્ટને પોતાના અડ્ડામાં તબદીલ કરી દીધા છે. પાછલા વર્ષ દરમિયાન દેશમાં સોનાની દાણચોરીની ઘટનાઓ નાના એરપોર્ટ ઉપર વધી છે. જો કે, મોટાભાગના એરપોર્ટ ઉપર દાણચોરીનો ખેલ થતો હોય છે. કેટલાક શહેરોમાં દરિયાઇ અને રસ્‍તાથી પણ દાણચોરીને અંજામ આપવામાં આવે છે. જાણકારોનું માનવુ છે કે, સોનાની આયાત ડયુટીમાં વધારાના કારણે દાણચોરીના કેસ વધી રહ્યા છે. જ્‍યારે કેટલાકનું કહેવુ છે કે મોટા એરપોર્ટ ઉપર સુરક્ષા ચોક્કસ થતા દાણચોરોએ નાના એરપોર્ટ ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. જેમાં જયપુર, લખનઉ, સુરત, અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા ૪ વર્ષમાં સોનાની દાણચોરીમાં ૨૦૭ ટકાનો વધારો થયો છે. હાલ દુબઇમાં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૪૯૩૧ છે અને ૨૨ કેરેટનો ભાવ ૪૨૨૧૫ છે. ઇન્‍દોરની વાત કરીએ તો સોનાનો ભાવ ૪૯૫૦૦ તથા ૪૭૪૦૦ છે. દાણચોરોને પ્રતિ ૧૦ ગ્રામ પર ૫૦૦૦ થી ૫૩૦૦નો નફો થાય છે. જે પ્રતિ કિલો ૫ થી ૫.૩૦ લાખ થઇ જાય છે.

 

(11:13 am IST)