Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોનાના ડેલ્ટા વાયરસનું સ્વરૂપ બદલાતા ચિંતા વધી

કોરોનાના ડેલ્ટા વાયરસે બદલ્યું પોતાનું રૂપઃ નવા વાયરસને લઈને વૈજ્ઞાનિકોએ કહ્યું ચિંતાની કોઈ વાત નથીઃ ડેલ્ટા વેરિઅન્ટે પોતાનું રૂપ બદલીને ડેલ્ટા પ્લસ કે એવાઈ.૧ બન્યું

નવી દિલ્હી, તા.૧૫: કોરોના વાયરસના ઝડપથી ફેલાનારા ડેલ્ટા વેરિઅન્ટે પોતાનું રૂપ બદલીને ડેલ્ટા પ્લસ કે એવાઈ.૧ બન્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું ભારતમાં તેને લઈને ચિંતાની વાત નથી.

ડેલ્ટા પ્લસ પ્રકારના વાયરસ ડેલ્ટા કે બી ૧.૬૧૭.૨ પ્રકારમાં ઉત્પરિવર્તન થવાથી બન્યા છે. જેની ઓળખ પહેલી વાર ભારતમાં થઈ હતી અને આ મહામારીની બીજી લહેરના માટે જવાબદાર હતું. હાલમાં વાયરસના નવા પ્રકારના કારણે બીમારી કેટલી ઘાતક બની શકે છે તેનો કોઈ સંકેત મળી રહ્યો નથી. ડેલ્ટા પ્લસ એ મોનોકલોનલ એન્ટીબોડી કોકટેલ ઉપચાર રોધી છે જેને હાલમાં ભારતમાં સ્વીકૃતિ મળી છે.

દિલ્હીની સીએસઆઈઆર - જીનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થામાં વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્વિટ કર્યું છે કે, કે૪૧૭એન ઉત્પરિવર્તનના કારણે બી૧.૬૧૭.૨ પ્રકાર બન્યો છે જેને એવાઈ.૧ના નામે પણ ઓળખવામા આવે છે. તેઓએ કહ્યું કે આ ઉત્પરિવર્કન સાર્સ સીઓવી-૨ના સ્પાઈક પ્રોટીનમાં થયું છે જે વાયરસને માનવ કોશિકાઓમાં જઈને સંક્રમિત કરવામાં મદદ કરે છે. સ્કારિયાએ કહ્યું છે કે કે૪૧૭એનથી બનેલો આ પ્રકાર વધારે નથી. આ સીકવન્સ ખાસ કરીને યૂરોપ, એશિયા અને અમેરિકામાં જોવા મળી રહી છે. ભારતમાં તેની ખાસ અસર નથી માટે ચિંતાની કોઈ વાત નથી. તેઓએ કહ્યું છે કે આ ઉત્પરિવર્તન વાયરસના વિરોધમાં પ્રતિરોધક ક્ષમતાથી સંબંધિત હોઈ શકે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા વિશેષજ્ઞ વિનિતા બલે કહ્યું કે વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલનો પ્રયોગને ઝટકો લાગ્યો છે. તેનો અર્થ એ નથી કે વાયરસ વધારે સંક્રામક છે અને તેનાથી બીમારી વધારે ઘાતક હોઈ શકે છે. 

ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થા, પુણેમાં અતિથિ શિક્ષક બલે કહ્યું કે આ નવા પ્રકારને કેટલો સંક્રામક છે તે તેના ઝડપથી ફેલાવવાની ક્ષમતાને પરખવામાં મુખ્ય રહેશે. તેનાથી ઉલ્ટું પણ થઈ શકે છે. તેઓએ કહ્યું કે નવા પ્રકારથી સંક્રમિત કોઈ વ્યકિતમાં રોગાણુથી કોશિકાઓનો બચાવ કરનારા એન્ટીબોડીની ગુણવત્તા અને સંખ્યા ઉત્પરિવર્તનના કારણે પ્રભાવિત થવાની આશંકા નથી. શ્વાસ રોગ વિશેષજ્ઞ અને ચિકિત્સા અનુસંધાનકર્તાઓ પણ તેનું સમર્થન કરી રહ્યા છે. તેઓએ વેકિસનના બંને ડોઝ લેનારા લોકોને રકત પ્લાઝમાથી વાયરસના આ પ્રકારનુ પરીક્ષણ કરવાનું રહેશે જેનાથી ખ્યાલ આવશે કે આ રોગ પ્રતિરોધક ક્ષમતાને માત આપી શકે છે કે નહીં.

(11:49 am IST)