Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કાશ્મીરી પંડીતોના ૧૮ જુનના ક્ષીર ભવાની મેળા ઉપર શંકાના વાદળો

જમ્મુ, તા., ૧પઃ કાશ્મીરી પંડીતોના સૌથી મોટા મેળા ક્ષીરભવાનીની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. આયોજકોએ પ્રશાસન તરફથી હજુ સુધી કોઇ સંકેત નહિ મળ્યાનું જણાવ્યું છે. જો કે આ તીર્થસ્થાનની દેખરેખ કરવાવાળા ધમાર્થ ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે તેમના તરફથી તમામ તૈયારીઓ પુરી થઇ છે. હવે માત્ર પ્રશાસન તરફથી જે નિર્ણય જાહેર કરવામાં આવે તેની રાહ છે. આ વખતે આ મેળો ૧૮ જુનના સંપન્ન થશે.

શંકા દર્શાવવામાં આવી રહી છે કે આ વખતે જયેશષ્ટમી  ઉપર ૧૮ જુનના કાશ્મીરના ગંદરબલ તુલુમુલ્લામાં આવેલા ક્ષીરભવાની મંદિરમાં પુજા અર્ચન માટે કદાચ કાશ્મીરી પંડીતોને અનુમતી દેવામાં આવે.

કાશ્મીર ઘાટીના મોટા ભાગના જીલ્લાઓમાં કોરોનાની સ્થિતિ ખરાબ છે. લોકડાઉનને કારણે ધાર્મીક ગતિવિધિઓ ઉપર પણ રોક લગાવવામાં આવી છે. જમ્મુમાં ભવાની નગર સ્થિત માતા ક્ષીરભવાની મંદિરમાં કાશ્મીરી પંડીતો પુજા અર્ચના કરી શકે છે કે પોતાના ઘરમાં જ રહીને માતાની આરતી કરવી પડશે તે જોવુ રહયું. આ દિવસોમાં ભરાતા મેળા ઉપર પણ શંકાના વાદળો ઘેરાયા છે.

(1:02 pm IST)