Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પેટ્રોલ-ડિઝલ ઉપર વેટ ઘટાડવા તૈયારી

પેટ્રોલ-ડિઝલ-વિજળીમાં રાહત આપવા વિચારે છે રૂપાણી સરકાર

ફયુઅલ ચાર્જ પ્રતિ યુનિટ ૫.૫૦ રૂ.થી ઘટાડી ૪ રૂપિયા થઇ શકે છે

નવી દિલ્હી, તા.૧૫: પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા દ્યણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.

ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ ૫.૫૦ થી ઘટાડી ૪ રૂપિયા કરવામાં આવી શકે છે. અગાઉ ૨૦૧૭માં રાજય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડયા હતા.

હાલ પેટ્રોલ-ડીઝલ ઉપર ૨૦ રૂપિયા વેટ અને ૪ રૂપિયા સેસ છે તેમા દ્યટાડો કરવામાં આવી શકે છે. મહત્વનું છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા મોટા શહેરોમાં તેની અસર જોવા મળી રહી છે. ઈધણની કિંમતો વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રાજયના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જૂનાગઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમા સતત ભાવ વધારો જોવા મળ્યો હતો

રાજયમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે નિયમો છુટછાટ આપતા વાહન વ્યવહાર પણ હળવો થયો છે,પેટ્રોલ ડીઝલની  કિંમતોમાં વધારો થતા સામાન્ય પ્રજાને મોંદ્યવારોનો માર સમાન લાગી રહ્યો હતો. પરતું હવે રાજય સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડા થવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડા ઘણા અંશે થોડી રાહત મળશે.

જો કે ગઈ કાલે પેટ્રોલ ભાવ ૯૩.૧૧ રૂપિયા લિટર પહોંચી ગયો હતો જયારે ડીઝલનો ભાવ ૯૩.૭૭ પ્રતિ લિટરે પહોંચી ગયો હતો પરતું હવે તેમાં વેટ અને સેસ ઘટના ભાવ ઘટાડો આવી શકે છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાથી સામાન્ય પ્રજાને થોડા ઘણા અંશે રાહત મળી શકે છે.

(3:09 pm IST)