Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કાનપુરનો ચામડા કારોબાર બાંગ્લાદેશ તરફ જઈ રહ્યો છે !!

ક્ષમતાથી અડધુ કામ જ થઈ રહ્યુ છેઃ તાળાબંધીએ કમ્મર તોડી નાખી

લખનઉ, તા. ૧૫ :. પહેલા પ્રદુષણ નિયંત્રણ અને ફરી કોરોના સંકટને લઈને બે વર્ષ લગાવવામાં આવેલા મહીના-મહીનાની વધુ સમયની તાળાબંધીએ ઉત્તર પ્રદેશના ચામડા ઉદ્યોગની કમર તોડી નાખી છે. વધુ કારોબાર અહીંથી સમેટાઈ બાંગ્લાદેશ તરફ જઈ રહ્યો છે !

પ્રદેશમાં ટૈનરિયાના ગઢ કાનપુરમાં કારોબારીઓ પાસે ઓર્ડર ઘટતા જાય છે. કારીગરો પણ પોતાના ઘરે ચાલ્યા ગયા છે. ટૈનરી માલીકોનું કહેવુ છે કે, પ્રદેશ સરકારે સિવેજ ટ્રીટમેન્ટ માટે લેવાતો શુલ્ક પણ ૩ ગણો વધારી દીધો છે. કાનપુરમાં બની રહેલા નવા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ટૈનરિયોને ૨૫ કરોડ ચૂકવવાનો આદેશ થયો છે. પહેલાથી નુકશાની ભોગવી રહેલા ટૈનરી માલીકોને ૬ રૂ. એસટીપી ચાર્જ દેવો પડતો હતો જે હવે વધી ૨૦.૩૫ રૂ. થઈ ગયો છે. ટૈનરીઓ તૈયાર થતુ ચામડુ દેશ-વિદેશમાં જાય છે. કાનપુરમાં ટૈનરીયોનું વાર્ષીક ટર્નઓવર ૨૦૦૦ કરોડ રૂપિયા ઉપરનું છે. જે ગયા વર્ષે ઘટીને ૧૨૦૦ કરોડ પર આવી ગયુ હતું. આ વર્ષે વધુ ઘટી શકે છે. આગ્રાના જુતા બનાવતા નિર્માતા હવે ચેન્નઈથી માલ મંગાવી રહ્યા છે. જેકેટ, પર્સ, બટુઆ સહિત અન્ય સામાન બનાવતી કંપનીઓને જ્યારે સમય ઉપર કાચો માલ નહીં મળે તો સ્વાભાવિક છે કે તેઓ બીજે નજર દોડાવશે. આવામાં લોકોને બાંગ્લાદેશ સૌથી સારૂ બજાર લાગી રહ્યું છે. અહીંયા ટૈનિરીયા પણ ખૂબ ખુલી છે અને કામ પણ ઝડપી થઈ રહ્યું છે. એક વર્ષ પહેલા સરકારે બધી ટૈનરીયોને ૧૫ - ૧૫ દિવસના રોટેશન ઉપર ચલાવવા આદેશ કર્યો હતો ત્યાર પછી કામ ઘટીને અડધુ થઈ ગયું છે.

(3:21 pm IST)