Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કરદાતાઓ માટે રાહતના સમાચાર

દેશમાં આવકવેરાની નવી વેબસાઇટની સમસ્યાઓ હલ ન થતાં મેન્યુઅલ ફોર્મ સબમિટ માટે મંજુરી અપાઈ

નવી દિલ્હી, તા.૧૫: દેશમાં આવકવેરા વિભાગના આ નવા ઇ–ફાઇલિંગ પોર્ટલ પર યુઝર્સને ટેકનીકલ સમસ્યાઓનો સામનો  કરવો પડી રહ્યો  છે . ત્યારે  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ  દ્વારા કરદાતાઓને મહત્વની  રાહત આપવામાં આવી  છે. જેમાં  હવે કરદાતાઓ ફોર્મ 15-ca  અને 15-cbની  ઇલેકટ્રોનિકલ ફાઇલ કરવાને બદલે ઇ–ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરવામાં આવી  છે. જેથી સમસ્યાઓના સર્જાય.

CBDT એ ટ્વીટ કરીને આ માહિતી આપી  કે  અઠવાડિયા પહેલા  જ આવકવેરા વિભાગ દ્વારા  કરદાતાઓ માટે નવું ઇ–ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરાયું હતું પરંતુ યુઝર્સને તેના પર  ટેકનીકલ અવરોધોનો સામનો કરવો પડે છે . જે  અંગે લોકોને  રાહત આપવા માટે  આ માહિતી આપી છે.

આવકવેરા વિભાગ દ્વારા  જણાવ્યું કે નવા ઈ–ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ 15-ca  અને 15-cb  ફોર્મ ભરવા માટે ઇલેકટ્રોનિક ફાઇલિંગમાં રાહત આપી છે.  આ ફોર્મ ૩૦ જૂન, ૨૦૨૧ સુધી અધિકૃત ડીલર મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરી શકાશે.

નોધનીય  છે કે કરદાતાને સગવડતા મળે તે હેતુથી નવું પોર્ટલ ૭ મી જૂન થી જ  શરૂ  કરવામાં આવ્યું  હતું. પરંતુ વપરાશકર્તાઓએ પહેલા દિવસથી પોર્ટલ પર તકનીકી સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શ કયુ જેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે કરદાતાઓ અગાઉના ઇ–ફાઇલ કરેલા રિટર્ન પણ જોઈ શકતા નથી.

(3:21 pm IST)