Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ડ્રગ્સ સાથે બર્થ-ડે પાર્ટી કરી રહી હતી અભિનેત્રી પોલીસ ત્રાટકી

પોલીસે બાતમીને આધારે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટી પર રેડ પાડી હતી

મુંબઇ, તા.૧૫: મુંબઇ પોલીસે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટી પર રેડ પાડી હતી, જેમાં એક અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે. આ અભિનેત્રીનું નામ નાયરા નેહલ શાહ હોવાનું સામે આવ્યું છે. અભિનેત્રીની બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ પણ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે બાતમીને આધારે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટી પર રેડ પાડી હતી. અહીં નાયરા તેના મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કરી રહી હતી.

અભિનેત્રી નાયરાની વાત કરીએ તો તે મુંબઇમાં જન્મી છે અને મોટી થઇ છે. તેના પેરેન્ટ્સ મૂળ બિહારના છે અને એકિટંગમાં કરિયર બનાવવા મુંબઇ આવ્યા હતા. નાયરાએ પણ ફિલ્મ્સમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. તેણે વર્ષ ૨૦૧૭માં તેલુગુ ફિલ્મ ઇ ઇથી એકિટંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે નીરજ શામની અપોઝિટ કાસ્ટ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, નાયરા ફિલ્મ્સ ઉપરાંત કિક બોકિસંગની નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

પોલીસે બાતમીને આદ્યારે બર્થડે પાર્ટી પર રેડ પાડી હતી. પોલીસે પાર્ટીમાં હાજર અભિનેત્રી અને તેના મિત્ર આશિક હુસૈનની ધરપકડ કરી છે. સોમવારે સાંતાક્રુઝ પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કર્યા, જયાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

(3:23 pm IST)