Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

૨૩ જુલાઇએ કોમન લોની પ્રવેશ પરીક્ષા

પરીક્ષામાં કોરોનાની સ્થિતિમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે : રસીકરણ માટે અપીલ

નવી દિલ્હી તા. ૧૫ : નેશનલ લો યુનિવર્સિર્ટીઝના કંસોટીયમ કોમન લો એડમીશન ટેસ્ટની તારીખની જાહેરાત કરવામાં આવી છે. CLAT-2021 પરીક્ષા ૨૩ જુલાઇએ લેવાશે. યુજી અને પીજીની પરીક્ષા લેવાશે. CLAT દેશના ૨૨ રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયો દ્વારા યુજી અને પીજી કાયદામાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા લેવાશે.

કંસોટીયમ CLAT-2021ની પરીક્ષા કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને રસી દેવાની સલાહ આપવામાં આવી છે. વર્તમાન કોરોના મહામારીની સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ફેરબદલ કરવાની છૂટ આપવામાં આવી છે.

(3:26 pm IST)