Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આલેલેઃ હજી પણ ૬૩ ટકા નાના શહેરોમાં અને ૪૩ ટકા ગ્રામ્યના લોકોને કોવીન એપમાં રસી માટે રજીસ્ટ્રેશન અંગે અજાણ!!!

બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપ દ્વારા ર૩ થી ર૮ મે દરમિયાન ૪ હજાર લોકો ઉપર સર્વેક્ષણ કરાયું : દેશના મોટા શહેરોમાં ૬પ ટકા લોકોને એપમાં ટેકનીકલ મુશ્કેલી પડીઃ સ્લોટ ન મળ્યા

નવી દિલ્હી તા. ૧પઃ કોરોના વેકસીનને લઇને બોસ્ટન કંસલ્ટીંગ ગ્રુપના ગઇકાલે જાહેર થયેલ સર્વે રિપોર્ટ મુજબ ડીઝીટલ ડીવાઇડના અસ્તીત્વ ઉપર સુપ્રીમ કોર્ટના સવાલ મુજબ દેશના ગ્રામ્ય ક્ષેત્રોમાં ૬૩ ટકા અને નાના શહેરોમાં ૪૩ ટકા લોકોને તેની કોઇ ખબર કે માહિતિ નથી કે કોવીન એપ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. સર્વે મુજબ ૬૦ ટકા ગ્રામીણ નિવાસીઓ અને ૪૦ ટકા નાના શહેરોના લોકોને ખબર નથી કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાય.

બોસ્ટન ગ્રુપના કોવીડ કન્ઝયુમર સેંટીમેંટ સર્વેએ જણાવેલ કે મોટા શહેરોમાં ૭૮ ટકા ભારતીય રસી લેવા માટે ખુબજ ઉત્સુક જોવા મળેલ જયારે નાના શહેરોમાં ૭૪ ટકાએ રસી માટે સકારાત્મક જવાબ આપેલ. જયારે માર્ચમાં ફકત ૩૯ ટકા ગ્રામીણો રસી મુકાવવા તૈયાર હતા જયારે હવે ૬૩ ટકા સહમત છે.

બીજી લહેરમાં નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારો નિશાન બનતા આજીવીકા ઉપર પણ અસરના કારણે ગ્રામીણો હવે રસી લેવા તૈયાર થયા છે. ઉપરાંત મોટા શહેરોમાં ૬પ ટકા લોકોને એપમાં ટેકનીકલ સમસ્યાઓનો સામનો કરવો પડેલ. સાથે જ સ્લોટ ન મળવાથી પરેશાન પણ થવું પડેલ. જયારે નાના શહેરોમાં પપ ટકા અને ગ્રામ્ય ક્ષેત્રમાં પ૩ ટકા લોકોને સ્લોટ ન મળેલ.આ સર્વેક્ષણ ર૩ થી ર૮ મે દરમ્યાન કરાયેલ. જેમાં મહાનગરો, નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના ૪ હજાર લોકોને સામેલ કરાયેલ. સર્વે દરમિયાન લોકોએ વેકસીન લગાવવા અંગે હા પાડી હતી. જયારે કેટલાક લોકો નકારાત્મક પણ રહેલ.

(3:26 pm IST)