Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉત્તરપ્રદેશના ૩૦ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

પાંચ દિવસ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદની આગાહી કરતું હવામાન ખાતુ

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી લીધી છે. પૂર્વાચલ સહિત મધ્ય ઉત્તરપ્રદેશમાં વરસાદનો સિલસિલો જારી છે. પશ્ચિમ યુ.પી.માં ચોમાસુ ૨૪ કલાકમાં પહોંચી જવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજયના ૩૦ જિલ્લાઓમાંં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલ છે. આ જિલ્લાઓમાં ૭.૫ થી ૧૫ મી.મી. વરસાદની સંભાવના છે.

લખનઉ, બારાબંકી, અયોધ્યા, સુલ્તાનપુર સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે. લખનઉ, દેવરીયા, ગોરખપુર, કુશીનગર, મહારાજગંજ,
મિર્ઝાપુર, પ્રાયગરાજ, પ્રતાપગઢ, ફેતહપુર, અમેઠી, રાયબરેલી, ગોંડા, કાનપુર દેહાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલ છે.

બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસુ પવનોના લીધે પૂર્વાંચલથી રૂહેલખંડ સુધીના જિલ્લાઓમાં રિમઝમ વરસાદનો સિલસિલો જારી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ આવું જ વાતાવરણ રહેશે. ગરમીથી રાહત મળશે.

(3:57 pm IST)