Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ટૂંક સમયમાં પ્રાયવેટ એપ ઉપર પણ વેકસીનનું બુકીંગ-રજીસ્ટ્રેશન કરી શકાશે

છેલ્લા ૨-૩ દિવસમાં લગભગ ૧.૫૦ લાખ લોકોએ પોતાના સર્ટીફીકેટમાં જાતે જ સુધારો કર્યો

નવી દિલ્હીઃ રસીના બુકીંગ માટે અમે એપીઆઇ સાર્વજનીક કર્યુ છે, જેથી બીજી એપ ઉપર પણ લોકોને આ સુવીધા આપી શકાય. વધુમાં વધુ લોકો રજીસ્ટ્રેશન અને બુકીંગ કરાવી શકે. અત્યાર સુધીમાં ૧૨૫ એકમોમાંથી ૧૪ને મંજુરી અપાઇ છે. તેમના ફ્રંટ એન્ડ એટલે કે લોકોથી જોડાયેલી વ્યવસ્થા અમારા કોવીન સાથે જોડાવા લાગી છે. બેંક એંડ અમારી પાસે જ છે તેમ વેકસીન ટેકનીક ઉપર એંપાવર્ડ સમુહના અધ્યક્ષ અને નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ આર.એસ.શર્માએ જણાવેલ.

 

પ્રાઇવેટ એપ અંગેની પ્રગતિના જવાબમાં તેમણે જણાવેલ કે ઇન્ફોસીસ, ઇંકોટેક, મૈકસ હેલ્થકેર, અપોલો, ડો.રેડ્ડીઝ લેબોરેટરી અને મેક માય ટ્રીપ જેવી અનેક સંસ્થાઓ તરફથી અરજીઓ આવી છે. જો તમે પહેલાથી જ પેટીએમનો ઉપયોગ કરો છો તો તેનાથી જ રસીનું બુકીંગ પણ કરી શકશો. ત્યાં રજીસ્ટ્રેશન થતા અમારા ડેટાબેઝને માહિતી મળી જાશે. બધે તમને એક સરખુ ચિત્ર જ દેખાશે. ઘણી અલગ-અલગ એપ્લીકેશનો કામ કરી રહી છે અને ઓપરેશનલાઈઝ થઇ રહયા છે. અમે મંજુરી આપતા પહેલા સુનિશ્ચિત કરીએ છીએ કે તેમનું પ્લેટફોર્મ કેટલું સુરક્ષિત છે.

ભારત જેવા દેશમાં દુનિયાનું સોથી મોટુ સમીકરણ અભિયાન વગર મજબુત અને પારદર્શી ટેકનીકના આધારે ન ચલાવી શકાય. વૈશ્વિક આપદા દરમિયાન પણ લોકો અનૈતિક સાધન અપનાવાથી નથી ચૂકતા. વ્યવસ્થા કારગર ન હોત તો અંધાધુંધી અને કાળાબજારી થાત. કોવીન ઉપર અત્યાર સુધીમાં ૨૮ કરોડ લોકો રજીસ્ટર થઇ ચૂકયા છે અને ૨૫ કરોડને રસી અપાઇ ચૂકી છે. ગત સપ્તાહે દરરોજ ૩૫ લાખ ડોઝ લગાડાયેલ. આવનાર દિવસોમાં રોજ ૫૦ થી ૬૦ લાખ ડોઝ મૂકાશે.

અત્યાર સુધીમાં પેટીએમ, ઇન્ફોસીસ, અપોલો હોસ્પિટલ્સ, આઇબીબો, ડો.રેડ્ડીઝ લેબોરેટરી, મેક માય ટ્રીપ, આઇસીઆઇસીઆઇ લોર્મ્બાટ અને મેકસ હેલ્થકેરને મંજુરી મળી છે. ઇસરો, આઇઆઇટી બોમ્બે, એનઆઇસી-કેરળ, યુપી અને બંગાળને પણ અનુમતિ મળી છે.

(4:09 pm IST)