Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર સાથે જોડાયેલી જમીન ખરીદી કૌભાંડના આરોપોને લઇને ટ્રસ્ટ ઘેરાયુ : હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આખા વિવાદ પર કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલ્યો : તમામ આરોપોને ટ્રસ્ટે વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યુ

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર સાથે જોડાયેલી જમીન ખરીદી કૌભાંડના આરોપોને લઇને ટ્રસ્ટ ઘેરાઇ ચુક્યુ છે. હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આખા વિવાદ પર કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલ્યો છે. તમામ આરોપોને ટ્રસ્ટે વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યુ છે.

ટ્રસ્ટ તરફથી કેન્દ્ર સરકાર સિવાય ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. જેમાં જમીન ખરીદી વિશે તમામ જાણકારી આપવામાં આવી છે અને સમજાવવામાં આવ્યુ છે કે કેવી રીતે ભાવ અલગ અલગ છે.

ટ્રસ્ટે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે કથિત જમીન કૌભાંડના આરોપો ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે વિપક્ષ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા હતા તે જમીનના ભાવ 10 મિનિટ પહેલા માત્ર 2 કરોડ રૂપિયા હતા, તેને ટ્રસ્ટે સાડા 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદીને લઇને જાહેર કરવામાં આવેલા ફેક્ટ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદીને લઇને કેટલાક ફેક્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જમીન લેવામાં આવી છે, તે પ્રાઇમ લોકેશન પર છે માટે તેના ભાવ વધારે છે. જેટલી જમીનની ખરીદી થઇ છે, તેનો ભાવ 1423 પ્રતિ સ્કવેર ફૂટ છે. આ ડીલને લઇને 10 વર્ષથી વાત ચાલી રહી હતી જેમાં નવ લોકો સામેલ હતા.

શું છે જમીન ખરીદીને લઇને વિવાદ?

સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિર માટે સાડા 18 કરોડ રૂપિયામાં જમીન ખરીદી છે. આ જમીનની કિંમત માત્ર 10 મિનિટ પહેલા 2 કરોડ રૂપિયા હતી, એવામાં વિપક્ષી દળોનો આરોપ છે કે જમીન ખરીદીમાં કૌભાંડ થયુ છે. પાર્ટીઓએ તેને કરોડો લોકોની આસ્થા સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે, તપાસની માંગ કરી છે અને ટ્રસ્ટના સભ્યોનું રાજીનામું માંગ્યુ છે.

ટ્રસ્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી

જ્યારથી જમીન ખરીદીમાં ગડબડના આરોપ લાગ્યા છે ત્યારથી ટ્રસ્ટ તમામના નિશાના પર છે. જોકે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાનું નિવેદન જાહેર કરી આ આરોપોનું ખંડન કર્યુ છે. ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે જે આરોપ લાગ્યા છે તે રાજકીય છે. જેની પાસેથી જમીન ખરીદવામાં આવી છે તેની સાથે ઘણા પહેલા ડીલિંગ થઇ છે, કારણ કે અત્યારે જમીનોના ભઆવ વધારે છે, એવામાં આટલા ભાવમાં લેવામાં આવી છે. ટ્રસ્ટનો દાવો છે કે અત્યારે પણ માર્કેટ રેટથી ઓછા ભાવ પર ખરીદી થઇ છે.

(5:06 pm IST)