Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બે દિવસની આકરી પૂછપરછ બાદ હવે ઈડી કાલે ત્રીજી વાર રાહુલ ગાંધીની પૂછપરછ કરશે

મંગળવારે બીજી વાર બે તબક્કામાં કરી પૂછપરછ: નેશનલ હેરાલ્ડ કેસમાં થઈ રહી છે કાર્યવાહી

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ખૂબની વધી છે. ઈડી અત્યાર સુધી બે વાર રાહુલની પૂછપરછ કરી છે અને ત્રીજા દિવસની પૂછપરછ માટે ઈડીએ બુધવારે રાહુલ ગાંધીને બોલાવ્યાં છે. 

બીજા દિવસની પૂછપરછમાં રાહુલ ગાંધીએ ઈડીના અધિકારીઓને પૂછપરછ આટોપી લેવાનું જણાવ્યું હતું પરંતુ અધિકારીઓએ તેનો ઈન્કાર કરી દીધો હતો અને બુધવારે તેમને ફરી આવવાનું જણાવી દીધું હતું. 

ઈડીને બે દિવસમાં પૂછપરછ જેટલો જોઈએ તેટલો પ્રતિસાદ ન મળ્યો હોવાથી હવે રાહુલ ગાંધીની બુધવારે પણ પૂછપરછ કરશે અને રાહુલ ગાંધીને બુધવારે પણ પૂછપરછ માટે હાજર રહેવાનું જણાવી દેવાયું છે. 

બે દિવસમાં 17 કલાકથી વધુ વાર રાહુલ ગાંધીની પૂછપરછ થઈ ચૂકી છે અને હવે ઈડીએ તેમને બુધવારે ત્રીજી વાર બોલાવ્યાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર રાહુલ ગાંધીએ પૂછપરછમાં ઈડીના અધિકારીઓને એવું કહ્યું કે મને વારંવાર પૂછપરછ માટે ન બોલાવો

(11:35 pm IST)