Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બિહારમાં લશ્કરની અગ્નિપથ યોજનાનો વિરોધ: બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો, મુઝફ્ફરપુરમાં રસ્તા રોકો

બિહારના બક્સરમાં ક્રોધે  ભરાયેલા યુવકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.  મળતી માહિતી મુજબ પટના જઈ રહેલી પાટલીપુત્ર એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.  મુઝફ્ફરપુરમાં પણ સેનામાં ભરતી થવા માંગતા  યુવાનો દ્વારા દેખાવો શરૂ થઈ ગયા છે. લશ્કરી ભરતીના નિયમોમાં ફેરફાર થતાં જોઈને લશ્કરમાં ભરતી થવા માટે તૈયારી કરી રહેલા યુવાનો  રસ્તા પર ઉતરી આવ્યા છે.

 

(10:29 am IST)