Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

લેખિકાએ પુસ્‍તક લખ્‍યું હાઉ ટુ મર્ડર યોર હસબન્‍ડઃ હવે પોતાના જ પતિની હત્‍યા માટે મળી ઉમરકેદની સજા

ન્‍યુયોર્ક, તા.૧૫: લેખનની સ્‍વતંત્રતા એક લેખકને તેના વિચારો રાખવા માટે જગ્‍યા આપી શકે છે, પરંતુ જો તે વાસ્‍તવિક દુનિયાના ગુના માટે બ્‍લુપ્રિન્‍ટ બની જાય, તો સમજવું કે ગુનેગારને પકડવાનો સમય આવી ગયો છે. અમેરિકામાં એક લેખિકાએ ‘હાઉ ટુ મર્ડર યોર હસબન્‍ડ' પુસ્‍તક લખી અને હકિકતમાં તેણે તેના પતિની હત્‍યા કરી નાખી. આ મહિલાને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

૭૧ વર્ષીય નેન્‍સી ક્રેમ્‍પટન બ્રોફીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ન્‍યાયાધીશના અનુસાર નેન્‍સીને ઓછામાં ઓછા ૨૫ વર્ષ જેલમાં પસાર કરવા પડશે. તે પહેલાં તે કોઈપણ પ્રકારના જામીન માટે પાત્ર રહેશે નહીં. અમેરિકાના ઉત્તર પશ્‍ચિમ રાજ્‍ય ઓરેગોનના ન્‍યાયાધીશે લેખકને સજા સંભળાવી છે. એક મહિના સુધી સુનાવણી ચાલી. જેમાં આ કેસમાં ખુલાસો થયો કે કેવી રીતે લેખિકાએ જીવન વીમાના હજારો ડોલર એકત્ર કરવા માટે તેના પતિ ડેનિયલ બ્રોફીને મારવા માટે બંદૂકનો ઉપયોગ કર્યો.

આ હત્‍યા કરવા માટે નેન્‍સીએ તેના લેખન વ્‍યવસાયના બહાને હથિયારની વ્‍યવસ્‍થા કરી લીધી હતી. આ હથિયાર નેન્‍સી ક્રેમ્‍પટન બ્રોફીએ તેની નવી નવલકથા માટે સંશોધનના રૂપમાં ખરીદ્યું હતું. જોકે, હવે સાચા ગુના બાદ બંદૂક મળી રહી નથી. મહિલાના પતિ શેફ ડેનિયલ બ્રોફીની જૂન ૨૦૧૮માં ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. તેને બે વખત ગોળી મારવામાં આવી હતી. હત્‍યા સમયે તેની પત્‍નીને સીસીટીવી ફૂટેજમાં આ વિસ્‍તારમાં ગાડી ચલાવતી જોવા મળી હતી. નેન્‍સી ક્રેમ્‍પટન બ્રોફીએ દાવો કર્યો હતો કે તેણીને ગુનો કર્યાનું યાદ નથી.

સીસીટીવી ફૂટેજ વિશે કહ્યું કે તેણીએ પડોશમાં નવી કાલ્‍પનિક કથા માટે પ્રેરણા શોધવાનો પ્રયાસ કરી રહી હશે. પોતાની નવી સ્‍ટોરી માટેની ગોળ ગોળ વાતો ફેરવી તોળતી હતી.

અહીં વકીલે લેખકને કહ્યું, ‘મને લાગે છે કે તમારે આ વાર્તા પર વધુ મહેનત કરવાની જરૂર છે, તેમાં હજુ પણ ઘણી ખામીઓ છે. વકીલે કોર્ટને તેની બ્‍લોગ પોસ્‍ટ ‘હાઉ ટુ કિલ યોર હસબન્‍ડ' જેમાં એક પસંદ ન પડનારા જીવનસાથીને મારવા માટેની રીતો અને પ્રેરણાઓ બાબતે ચર્ચા કરી છે. એટલું જ નહીં તેમાં આર્થિક લાભ અને બંદૂકનો ઉપયોગ પણ સામેલ છે. લેખિકાએ ‘રોંગ નેવર ફેલ્‍ટ સો રાઈટ' નામની નવલકથાઓની શ્રેણી લખી છે. આ શ્રેણીની કેટલીક નવલકથાઓમાં ‘ધ રોંગ હસબન્‍ડ' અને ‘ધ રોંગ લવર'નો સમાવેશ થાય છે

(10:55 am IST)