Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દેશમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે

ગુરૂ- શુક્ર દિલ્‍હી, હરીયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં વરસાદની આગાહી

રાજકોટઃ ગુજરાત, મહારાષ્‍ટ્ર સહિત અનેક રાજ્‍યોમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે જણાવ્‍યું કે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે ઉત્તર ભારતના લોકોને હવે ગરમીમાંથી જલદી રાહત મળવાની સંભાવના છે. દેશના ઉત્તરી ભાગો સહિત, દિલ્‍હી, હરિયાણા, પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૧૬ અને ૧૭ જૂનના રોજ વરસાદની સંભાવના છે. તો બીજી તરફ જમ્‍મૂ કાશ્‍મીરમાં વરસાદની સ્‍થિતિ જોવા મળી રહી છે. જ્‍યારે ગુજરાત, કોંકણ, કર્ણાટક, મહારાષ્‍ટ્રના મરાઠાવાડા, પશ્વિમ બંગાળ અને તમિલનાડુમાં આઇએમડીના અનુસાર ચોમાસુ આગળ વધી ગયું છે.

 

(11:09 am IST)