Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમેરિકામાં અભ્યાસ કરીને ભારત પરત આવેલી યુવતી સરપંચ બની : ' પેડ વુમન ' તરીકે સુવિખ્યાત માયા વિશ્વકર્મા તેની 11 મહિલા સભ્યોની ટિમ સાથે બિનહરીફ ચૂંટાઈ આવી : સુકર્મા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા મધ્ય પ્રદેશની મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સેનિટરી પેડના ઉપયોગ વિશે જાગૃત કરવા કાર્યરત

મધ્ય પ્રદેશ : માયા વિશ્વકર્મા, જે સુકર્મા ફાઉન્ડેશન ચલાવે છે, તે સૈખેડા બ્લોકના મહેરાગાંવના તમામ 11 સભ્યો સાથે પણ બિનહરીફ ચૂંટાઈ આવી છે. તેણે રાજકીય કારકિર્દી પસંદ કરી છે.

માયા વિશ્વકર્મા, જે સુકર્મા ફાઉન્ડેશન ચલાવે છે,તેણે 2008 ની સાલમાં અમેરિકાથી PhD કર્યું હતું.

પોતાના સામાજિક કાર્યો માટે ઘણા એવોર્ડ મેળવનાર માયાને 'પેડ વુમન' તરીકે પણ ઓળખવામાં આવે છે. નરસિંહપુર અને તેની આસપાસ બનેલી ગરીબ વસાહતોમાં માયા મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સેનિટરી પેડના ઉપયોગ વિશે જાગૃત કરી રહી છે.

માયા પણ AAP તરફથી ચૂંટણી લડી ચૂકી છે . માયાની સાથે કુલ 11 મહિલાઓએ પણ પંચ માટે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમાંથી કોઈની સામે બીજું નામાંકન દાખલ કરવામાં આવ્યું ન હતું. આ સાથે મહેરાગાંવ 'મહિલા સમરસ ગ્રામ પંચાયત' બની ગયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં માયા આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂકી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:12 pm IST)