Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

લ્‍યો બોલો... વાનર નહિ આ માછલી છે આપણા પૂર્વજ

નવા સંશોધનમાં ધડાકો : અત્‍યાર સુધી વાંદરાઓ આપણા પૂર્વજો કહેવાતા. પરંતુ એક નવા સંશોધનમાં જાણવા મળ્‍યું છે કે મનુષ્‍યનો સૌથી જૂનો પૂર્વજ માછલી છેઃ આ માછલીના અવશેષો ૧૩૦ વર્ષ પહેલા મળી આવ્‍યા હતાઃ ત્‍યારથી આ માછલી એક રહસ્‍ય બની રહી

ટોકયો, તા.૧૫: એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં, સ્‍કોટિશ ખાણમાંથી એક અનોખો અશ્‍મિ મળી આવ્‍યો હતો. આ દાંત વિનાના ઇલ જેવા -ાણીના અવશેષો હતા, જેનું હાડપિંજર કાર્ટિલેજિનસ હતું. વૈજ્ઞાનિકોએ તેને પેલેઓસ્‍પોન્‍ડિલસ ગુન્ની નામ આપ્‍યું છે. હવે ૧૩૦ વર્ષ પછી, ઉચ્‍ચ-રિઝોલ્‍યુશન ઇમેજિંગનો ઉપયોગ કરીને, સંશોધકોએ આખરે ખુલાસો કર્યો છે કે આ રહસ્‍યમય માછલી આપણા સૌથી જૂના પૂર્વજોમાંથી એક હોઈ શકે છે.

નવું સંશોધન નેચર જર્નલમાં પ્રકાશિત થયું છે. ટોકયો યુનિવર્સિટીના પેલિયોન્‍ટોલોજિસ્‍ટ અને સંશોધનના લેખક તત્‍સુયા હિરાસાવા કહે છે કે આ નાની માછલી રહસ્‍ય બની રહેવાના બે કારણો છે - પ્રથમ, તેનું નાનું કદ, જે માત્ર ૨.૪ ઇંચ છે. અને બીજું એ છે કે અશ્‍મિ તેના કદમાં ઘણો સંકોચાઈ ગયો છે.

સિંક્રોટ્રોન રેડિયેશન એક્‍સ-રે કોમ્‍પ્‍યુટેડ ટોમોગ્રાફી દ્વારા પુનઃનિર્માણ કરાયેલ રિસર્ચઃ આ નવા સંશોધન પહેલા, વૈજ્ઞાનિકો જાણતા હતા કે પેલેઓસ્‍પોન્‍ડિલસ મધ્‍ય ડેવોનિયન યુગમાં, એટલે કે લગભગ ૩૯.૮ થી ૩૮૫ મિલિયન વર્ષો પહેલા મળી આવ્‍યો હતો. આ માછલીમાં સારી રીતે વિકસિત ફિન્‍સ હતી, પરંતુ હાથ કે પગ નથી. રસપ્રદ વાત એ છે કે તેમાં દાંત પણ નહોતા, જ્‍યારે તે સમયના મોટાભાગના કરોડરજ્જુમાં દાંત જોવા મળતા હતા.

વૈજ્ઞાનિકો વર્ષોથી આ માછલી વિશે ચિંતિત હતાઃ ૨૦૦૪ માં, સંશોધકોએ અમેરિકન સાયન્‍ટિસ્‍ટ જર્નલમાં અહેવાલ આપ્‍યો કે પેલેઓસ્‍પોન્‍ડિલસ એક પ્રાચીન લંગફિશ હતી. ૨૦૧૬માં જર્નલ ઝૂલોજિકલ લેટર્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, તે હેગફિશની સગા હતી. એક વર્ષ પછી, ઓસ્‍ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની એક ટીમે જણાવ્‍યું કે તે આધુનિક શાર્ક જેવી જ કાર્ટિલેજિનસ માછલી છે.

બધા ટેટ્રાપોડ્‍સના પૂર્વજ માછલી હોઈ શકે છે

યુ ઝી (ડેઝી) હુ, કેનબેરાની ઓસ્‍ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાં ભૌતિકશાષાના સંશોધનકર્તા અને સંશોધનના સહ-લેખક, કહે છે કે આ વિચિત્ર પ્રાણીની શોધ પહેલીવાર ૧૮૯૦માં થઈ હતી અને ત્‍યારથી આ શોધથી વૈજ્ઞાનિકો આર્શ્‍ચ્‍યચકિત થઈ ગયા હતા. અને આજ સુધી આ -ાણીની સાચી ઓળખ કોઈને ખબર ન હતી.

નવી ટેક્રોલોજી દ્વારા રહસ્‍ય જાહેરઃ તાજેતરમાં, હીરાસાવા અને હુએ સૌથી સચોટ ડેટા એકત્રિત કરવા માટે પેલેઓસ્‍પોન્‍ડિલસની ઉચ્‍ચ-રિઝોલ્‍યુશન ડિજિટલ છબીઓ બનાવવા માટે માઇક્રો-કમ્‍પ્‍યુટેડ ટોમોગ્રાફી (CT) સ્‍કેનિંગ તકનીકનો ઉપયોગ કર્યો હતો. સ્‍કેનથી ઘણી બાબતો બહાર આવી હતી. તેના આંતરિક કાનમાં ઘણી અર્ધવર્તુળાકાર નહેરો હતી, જેમ કે આજની માછલીઓ, પક્ષીઓ અને સસ્‍તન પ્રાણીઓ.

સંશોધકોને ક્રેનિયલ લક્ષણો પણ મળ્‍યા, જેના કારણે પેલેઓસ્‍પોન્‍ડિલસને ટેટ્રાપોડોમોફ્‌ર્સના જૂથમાં મૂકવામાં આવ્‍યો. આ સમૂહમાં ચાર પગવાળા જીવો અને તેમના જેવા જીવોને રાખવામાં આવ્‍યા છે. આ તારણો સૂચવે છે કે પેલેઓસ્‍પોન્‍ડિલસ માત્ર એક સામાન્‍ય ટેટ્રાપોડોમોર્ફ ન હોઈ શકે, તે તમામ ટેટ્રાપોડ્‍સના પૂર્વજ હોઈ શકે છે.

હજુ કેટલાક પ્રશ્નો બાકી છે

જો કે આ માછલીનું રહસ્‍ય હવે સામે આવી ગયું છે, પરંતુ ઘણા પ્રશ્નો હજુ પણ બાકી છે. ટેટ્રાપોડોમોફ્‌ર્સમાં સામાન્‍ય રીતે દાંત હોય છે, પરંતુ પેલેઓસ્‍પોન્‍ડિલસમાં દાંત ન હોય. તેની પાસે અન્‍ય કોઈ અંગો નહોતા, જ્‍યારે તેના નજીકના સંબંધીઓ હતા. તેના પર સંશોધકોનું કહેવું છે કે બની શકે કે પેલેઓસ્‍પોન્‍ડિલસમાં દાંત અને પગ સમય જતાં ગાયબ થઈ ગયા હોય. એવું પણ બની શકે છે કે પેલેઓસ્‍પોન્‍ડિલસનો આ અશ્‍મિ તેના લાર્વા અથવા યુવાનનો હોય. સંશોધકોના મતે આના પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

(4:06 pm IST)