Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બીએ-૧, બીએ-૪ અને બીએ-પ વેરીયન્‍ટના કેસો વધવા લાગ્‍યા

ઇંગ્‍લેન્‍ડ અને ઉ.આયર્લેન્‍ડમાં ઓમીક્રોનનો ફુંફાડો

લંડન : યુ.કે.ની ઓફીસ ફોર નેશનલ સ્‍ટેટેટીકસ (ઓ.એન.એસ.) ના જાહેર થયેલ આંકડાઓ અનુસાર ઉત્તર આયર્લેન્‍ડ અને ઇંગ્‍લેન્‍ડમાં ઓમક્રોન વેરીયેન્‍ટ બીએ-૧, બીએ-૪ અને બીએ-પ ના કેસો વધવાની શરૂઆત થઇ શકે છે ઓ.એન.એસ. એ. કહ્યું કે ઇંગ્‍લેન્‍ડમાં આ વાયરસના ટેસ્‍ટીંગમાં પોઝીટીવ નો અંદાજીત આંકડો ૭,૯૭,પ૦૦ હતો જે કુલ વસ્‍તીના ૧.૪૬ ટકા જેટલો હતો.

ઓ.એન.એસ.ના આંકડાઓ અનુસાર  ઉત્તર આયર્લેન્‍ડમાં ર૭૭૦૦ લોકો વાયરસની ઝપટમાં આવવાનો અંદાજે છે જે કુલ વસ્‍તીના ૧.પ૧ ટકા છે જયારે સ્‍કોટલેન્‍ડમાં આ આંકડો ૧,ર૪,૧૦૦ થઇ શકે છે. જે કુલ વસ્‍તીના ર.૩૬ટકા જેટલા છે.

ઓ.એન.એસ. કહ્યું કે ઇંગ્‍લેન્‍ડ અને ઉત્તર આયર્લેન્‍ડમાં લોકોની ટેસ્‍ટીંગ પોઝીટીવ થવાની ટકાવારી વધવાની શકયતાના પ્રાથમિક સંકેતો મળ્‍યા છે.

કોરોનાના કારણે સૌથીવધારે અસરગ્રસ્‍ત થનાર દેશોમાં સામેલ છે. જયાં રર મીલીયન કોરોના કેસ અને ૧,૮૦ મોત થયા હતા. ઓ.એન.એસ.ના રિપોર્ટ અનુસાર પヘમિ મીડલેન્‍ડસ અને રાજધાની લંડન, યોર્કશાયરમાં કોરોના ટેસ્‍ટીંગ ઘટયું છે. રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે જુન-ર ના રોજ પુરા થયેલ સપ્તાહમાં ૩પ થી ૪૯ વર્ષની વયના પોઝીટીવ મળેલા લોકોની સંખ્‍યા ૧ર થી ર૪ વર્ષની વયના લોકો કરતા વધારે છે જે કેસો વધવાના પ્રાથમિક સંકેત છે.

(4:16 pm IST)