Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભારતીય ‘ચાય-પાની'ને મળ્‍યો અમેરિકાની શ્રેષ્ઠ રેસ્‍ટોરાંનો એવૉર્ડ

કૅલિફૉર્નિયા સ્‍ટેટના એશવિલે શહેરમાં આવેલી

ન્‍યુયોર્ક, તા.૧૫: અમેરિકાના કૅલિફૉર્નિયા સ્‍ટેટના ઍશવિલે શહેરમાં આવેલી ‘ચાય-પાની' નામની ભારતીય રેસ્‍ટોરાંને શ્રેષ્ઠ રેસ્‍ટોરાંનો એવોર્ડ મળ્‍યો છે. સોમવારે જેમ્‍સ બિયર્ડ ફાઉન્‍ડેશન દ્વારા આ અવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. કોરોનાને કારણે અમેરિકામાં ઘણી રેસ્‍ટોરાં બંધ કરવી પડી હતી. ફુગાવાને કારણે અમેરિકાની રેસ્‍ટોરાંએ ખાદ્ય પદાર્થોની કિંમતમાં મોટા પ્રમાણમાં વધારો કર્યો છે. આ વખતના એવૉર્ડ ઘણી વિવિધતાવાળા હતા. અગાઉ ન્‍યુયોર્ક કે શિકાગો જેવા શહેરની રેસ્‍ટોરાંને જ અવૉર્ડ મળતા હતા, પણ આ વખતે એવું થયું નથી.

  ચાય-પાની રેસ્‍ટોરાંમાં મોટા ભાગે ભારતીય વાનગીઓ જેવી કે ભેલ, પાણીપૂરી, ચિકન પકોડા, દહીપૂરી, આલુ ટિક્કી ચાટ જેવી વાનગીઓ મળે છે. આ ઉપરાંત અન્‍ય વિજેતાઓમાં  અમેરિકાના મૂળ રહેવાસીઓની રેસ્‍ટોરાંમાં ‘ઓવામ્‍ની'નો સમાવેશ થાય છે, જેને શ્રેષ્ઠ નવી રેસ્‍ટોરાંનો એવોર્ડ મળ્‍યો છે.

(4:40 pm IST)