Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ' સ્‍કીમ સામે બિહારમાં ભારે આક્રોશઃ બક્‍સરમાં સેનાની ભરતીની તૈયારી કરનારા છાતરો ભડકી ગયાઃ ટ્રેન અટકાવીને વિરોધ પ્રદર્શન

મુજફફરપુર-સમસ્‍તીપુર માર્ગ ઉપર વાહનોની લાંબી લાઇનો

પટણાઃ કેન્દ્ર સરકારની અગ્નિપથ સ્કીમ વિરૂદ્ધ બિહારના કેટલાક શહેરમાં યુવાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. બક્સરમાં સેનામાં ભરતીની તૈયારી કરનારા વિદ્યાર્થી ભડકી ગયા હતા અને રેલ ટ્રેકને જામ કરી નાખ્યો હતો. યુવાઓએ દિલ્હી- હાવડા રૂટ પર બક્સર સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસને રોકી દીધી હતી, જે બાદ મુસાફરોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મુજફ્ફરપુરમાં પ્રદર્શનકારી યુવાઓએ નેશનલ હાઇવે 28ને જામ કરી દીધો હતો.

બક્સર અને મુજફ્ફરનગરમાં યુવા પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ ભારે સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસ અને તંત્ર તેમણે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. મુજફ્ફરપુર-સમસ્તીપુર માર્ગ પર વાહનોની લાંબી લાઇન લાગી ગઇ છે. ઘટનાસ્થળે કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ પહોચીને યુવાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

અગ્નિપથ યોજના વિરૂદ્ધ કેમ પ્રદર્શન કરી રહ્યા છે યુવા?

પટણાના ગાંધી મેદાનમાં પ્રદર્શન કરનારા એક યુવાએ કહ્યુ કે માત્ર ચાર વર્ષની નોકરી બાદ તે શું કરશે. શું તે લોકો માત્ર ચાર વર્ષ સરકારી નોકરી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. ચાર વર્ષ પછી 12 લાખ રૂપિયા આપશે, ત્યારે અમે તેનું શું કરીશું અને શું 30 હજાર રૂપિયામાં ઘર ચાલી જશે?

સેનામાં ભરતીની તૈયારી કરનારા બીજા યુવાએ કહ્યુ કે ચાર વર્ષ પછી નોકરી મળવાની શું ગેરંટી રહેશે? કોઇ નોકરી ના મળી તો શું થશે. નોકરીની કોઇ સિક્યુરિટી નથી. નોકરીમાં ઓછામાં ઓછા 20-30%નું અનામત આપવામાં આવે જે અગ્નિપથથી યુવા 4 વર્ષ પૂર્ણ કરીને નીકળે.

શું છે અગ્નિપથ સ્કીમ?

કેન્દ્ર સરકારે સેના ભરતીને લઇને એક નવી સ્ક્રીમ લૉન્ચ કરી છે. આ યોજના દેશની સેવા કરનારા યુવાઓ માટે શરૂ કરવામાં આવી છે. જેની હેઠળ દેશના યુવાઓને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. આ સાથે જ યોજનામાં શોર્ટ ટર્મ સર્વિસ માટે યુવાઓની નિયુક્તી કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યુ હતુ કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે યોજના લૉન્ચ કરવામાં આવી છે.

નવી યોજનામાં કઇ વસ્તુને સામેલ કરવામાં આવી છે

– આ યોજનામાં 4 વર્ષ પછી સૈનિકોની સમીક્ષા કરવામાં આવશે.

– જવાનોના નોકરી છોડતા સમયે સેવા નિધિ પેકેજ મળશે.

– આ યોજનામાં પેન્શન નહી હોય પરંતુ એક સાથે પૈસા આપવામાં આવશે.

– આ સેના હેઠળ ભરતી થનારા સૈનિક અગ્નિવીર કહેલાશે.

– આ યોજના હેઠળ ભરતી કરાનારા મોટાભાગના જવાનોને ચાર વર્ષ પછી મુક્ત કરી દેવામાં આવશે.

(4:47 pm IST)