Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાષ્ટ્રપતિપદ માટે વિરોધ પક્ષના ઉમેદવાર કોણ ? આજની બેઠકમાં યશવંત સિંહા, ફારુખ અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીના નામો ઉપસી આવ્યા

નવી દિલ્હી : દેશના નવા રાષ્ટ્રપતિની  ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા વિરોધ પક્ષોની મળેલ બેઠક આજે પૂર્ણ થઇ છે. ત્યારે ત્રણ નામો ઉભરી આવ્યા છે. આવતા અઠવાડિયે એક અથવા બે વધુ મીટીંગો મળશે જેમાં યુપીએ મોરચાના ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવશે તેમ જાણવા મળે છે. યુપીએ મોરચાના સંભવિત ઉમેદવારો તરીકે ઉભરી આવેલા ત્રણ નામોમાં પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહા, પૂર્વ વિદેશ મંત્રી ફારુક અબ્દુલ્લા અને ગાંધીજીના પરિવારના શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધીનું નામ મોખરે છે.

(6:38 pm IST)