Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આદિત્ય ઠાકરે અયોધ્યા જશે :રામલલાના મંદિરમાં પૂજા કરશે:સરયૂ આરતીમાં જોડાશે :હિન્દુત્વનો ચહેરો બનાવવા તૈયારી

અયોધ્યા યાત્રા દ્વારા શિવસેના આ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે હિન્દુત્વ આજે પણ તેમના માટે મહત્વનું છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોચી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ યાત્રા દ્વારા આદિત્ય ઠાકરેને શિવસેના હિન્દુત્વના ચહેરા તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. જોકે, પાર્ટીએ આ યાત્રાને પુરી રીતે ધાર્મિક ગણાવી છે. સમાચાર છે કે તે સરયૂ આરતીમાં સામેલ થશે અને રામલલાના મંદિરમાં પૂજા કરશે. ભાજપનો સાથ છોડ્યા બાદથી જ શિવસેના પર હિન્દુત્વ સાથે સમજૂતિના આરોપ લાગી રહ્યા છે. એવામાં અયોધ્યા યાત્રા દ્વારા શિવસેના આ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે હિન્દુત્વ આજે પણ તેમના માટે મહત્વનું છે.

રાજ્ય સરકારમાં પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેની આ યાત્રા ખાસ છે. એક તો આ 32 વર્ષીય શિવસેના નેતાની પ્રથમ યાત્રા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શિવસેનાના હિન્દુત્વના નારાને ફરી મજબૂત કરવાનો પ્રયાસ છે. માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધનને કારણે આ મોરચા પર પાર્ટી નબળી પડી છે.

ખાસ વાત આ પણ છે કે આદિત્યના કાકા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ અયોધ્યા જવાની વાત કહી હતી. જોકે, યુપીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદની આપત્તિ બાદ તેમણે સ્વાસ્થ્યનો હવાલો આપીને યાત્રા રદ કરી નાખી હતી. ભાજપ સાંસદે મનસેના ઉત્તર ભારતીય વિરોધી મતને લઇને આપત્તિ વ્યક્ત કરી હતી. જોકે, શિવસેનાએ આદિત્યની યાત્રાને હિન્દુત્વ સાથે જોડવાની વાતનો ઇનકાર કર્યો છે. પાર્ટી એમએલસી મનીષા કયાંદેનું કહેવુ છે, શિવસેનાએ ક્યારેય પણ રાજકીય કારણો માટે ભગવાન રામનો ઉપયોગ કર્યો નથી. આ માત્ર તીર્થયાત્રા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કથિત રીતે શિવસેના નેતાએ મુંબઇથી બે ટ્રેન બુક કરી છે જેમાં 1700-1800 પાર્ટી સભ્ય જશે. એવા પણ સમાચાર છે કે માત્ર મુંબઇ અને ઠાણેના 8 હજાર કાર્યકર્તા અયોધ્યા પહોચશે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાઉતે કહ્યુ હતુ, જ્યારથી મંદિર માટે સંઘર્ષ શરૂ થયો છે અને તે બાદ સુધી શિવસેનાનો અયોધ્યા સાથે લાંબો સબંધ રહ્યો છે. ભગવાન રામમાં અમારી શ્રદ્ધા છે અને અમારા નેતા અથવા કાર્યકર્તા અહી નિયમિત આવે છે..રામલલા મંદિરમાં પૂજા કરવાથી ઉર્જા ભરી આવે છે.

(7:03 pm IST)