Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નૂપુર શર્માએ પોલીસ સમક્ષ હાજર થવા સમય માગ્યો

પયગંબર સામે વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ : ભાજપમાંથી સસ્પેન્ડ નેતા નવીન કુમાર જિંદાલ આજે મહારાષ્ટ્રની ભિવંડી પોલીસ સમક્ષ હાજર થયા નહોતા

નવી દિલ્હી, તા.૧૫ : હજરત મહોમંદ પયગંબર પર આપત્તિજનક ટિપ્પણીના મામલમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા નેતા નવીન કુમાર જિંદાલ આજે મહારાષ્ટ્રની ભિવંડી પોલીસ સમક્ષ હાજર થયા નહોતા.

જ્યારે સસ્પેન્ડ થયેલા પ્રવક્તા નુપુર શર્માએ પોલીસ સમક્ષ હાજર થવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. આજે પોલીસે તેમને પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા.પોલીસ આ સંદર્ભમાં તેમનુ નિવેદન નોંધવા માંગતી હતી. જોકે જિંદાલ આજે પોલીસ મથકે પહોંચ્યા નહોતા.પોલીસને આ અંગે તેમના તરફથી કોઈ જાણકારી પણ અપાઈ નહોતી.

ઉલ્લેખનીય છે કે, ટિપ્પણીના મામલામાં ભિવંડી પોલીસમાં નુપુર શર્મા અને નવિન જિંદાલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એ પછી ગત શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને હિંસા પણ ફાટી નિકળી હતી.

 

(8:20 pm IST)