Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભારતે 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ સાથે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

DRDO દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે

નવી દિલ્હી : ભારતે ઓડિશાના ચાંદીપુરમાં 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ સાથે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. DRDO દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપાટી પર પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) પરથી બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ એક સિદ્ધ પ્રણાલી છે અને તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યોને ભેદી શકવા માટે સક્ષમ છે.

ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ સાથે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. DRDO દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે.

(11:38 pm IST)