Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

" ભારત વૈશ્વિક શક્તિ છે " : 74 મા સ્વાતંત્ર્ય દિવસે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ શુભેચ્છા પાઠવી : અમેરિકા અને ભારત કાયમી મિત્રો હોવાનું જણાવ્યું

વોશિંગટન : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ ભારતના 74 મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.તેમણે આ પ્રસંગે ભારતને વૈશ્વિક શક્તિ ગણાવ્યું હતું તથા ઉમેર્યું હતું કે હું પહેલાથી જ કહેતો આવું છું કે ભારત અને અમેરિકા બંને દેશ શ્રેષ્ઠ મિત્રો છે.અને વિશ્વમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે કાર્યરત છે.
તેમણે ઉમેર્યું હતું કે વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ કરવા માટે બંને દેશ સાથે મળી કામ કરે છે.બંને દેશ વચ્ચે આર્થિક ,શૈક્ષણિક ,સામાજિક ,તથા રાજકીય સબંધો છે.બંને દેશ ઉર્જા ક્ષેત્રે ,આરોગ્ય ક્ષેત્રે ,વિજ્ઞાન ક્ષેત્રે ,તેમજ અવકાશી સિદ્ધિઓ સહીત તમામ ક્ષેત્રે સાથે મળી કામ કરે છે.

(7:18 pm IST)