Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મ્યાનમારના પદભ્રષ્ટ નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીને ૬ વર્ષની સજા

નવી દિલ્હી તા. ૧પ :.. મ્યાનમારના પદભ્રષ્ટ નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કીને સોમવારે વધુ છ વર્ષની સજા ફટકારવામાં આવી છે. અગાઉ તેને ચાર વર્ષની જેલની સજા થઇ હતી.

આ નિર્ણય બાદ ૭૭ વર્ષીય સૂ કીના સમર્થકોનો ગુસ્સો ભડકી શકે છે. કેસના જાણકારોના મતે જેલ પરિસરની એક અદાલતને તેને ચેરીટીના નામે ભ્રષ્ટાચાર કરવા બદલ દોષી ઠેરવ્યો છે.

મ્યાનમારમાં તખ્તાપલટ બાદ આ ચોથી વખત છે જયારે સૂ કીને દોષી ઠેરવવામાં આવી છે અને સજા કરવામાં આવી છે. તેને અત્યાર સુધીમાં કુલ ૧૭ વર્ષની સજા થઇ છે.

મંડલે હાઇકોર્ટના જજ મિન્ટ સાને ચુકાદો સંભળાવતા કહયું કે સુકીના કારણે દેશને ૧૩ મિલીયન ડોલરનું નુકશાન થયું છે એવો આરોપ છે કે ડો. ખિનના ફાઉન્ડેશનનું હેડ કવાર્ટર બનાવવા માટે તેમના દ્વારા ભાડે લીધેલી જમીન ખૂબ જ ઓછી કિંમતે આપવામાં આવી હતી. જયારે આંતરિક મહેસુલ વિભાગે તેની કિંમત ઊંચી કિંમતે નકકી કરી હતી.

(6:21 pm IST)