Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ભારતમાં જલ્દી આવશે ઓમિક્રોન સ્પેશિયલ વેક્સિન; અદાર પૂનાવાલાની મોટી જાહેરાત :કહ્યું- કામ ચાલુ છે

આ રસી ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ B5 સામે અસરકારક રહેશે:ઓમિક્રોનના પેટા વેરિયન્ટ્સ તેમજ તેના મુખ્ય વેરિઅન્ટ્સ સામે કામ કરશે.

નવી દિલ્હી :ઓમિક્રોનના સબ-વેરિઅન્ટના કારણે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી ગયા છે. દેશમાં દરરોજ હજારો કેસ નોંધાઈ રહ્યા છે.દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ ફરી  જોર પકડ્યું છે. દિલ્હીમાં મોટાભાગના કેસ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટના છે. આ દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ઓમક્રોનને લઈને એક મોટી માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનની રસી ટૂંક સમયમાં ભારતમાં આવવાની છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા નોવાવેક્સ સાથે ઓમિક્રોન વિશેષ રસી પર કામ કરી રહી છે. પૂનાવાલાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે આશા છે કે ઓમિક્રોન સામે જે રસી બનાવવામાં આવી રહી છે તે આ વર્ષના અંત સુધીમાં આવી જશે.

પૂનાવાલાના જણાવ્યા અનુસાર, કંપનીમાં જે રસી તૈયાર કરવામાં આવી રહી છે તે મુખ્યત્વે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ B5 સામે અસરકારક રહેશે. તેમણે કહ્યું કે આ રસી ઓમિક્રોનના પેટા વેરિયન્ટ્સ તેમજ તેના મુખ્ય વેરિઅન્ટ્સ સામે કામ કરશે.

(11:48 pm IST)