Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે જોડવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર

જો લિંક નહી કરાવો તો ભરવો પડશે દંડ

નવી દિલ્હી તા. ૧૫ : જો તમે PAN કાર્ડ અને આધાકકાર્ડની સાથે લિંક કર્યું નથી તો સરકારના આ નિયમો અનુસાર, અગામી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ પછી તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે.

પાન કાર્ડ ધારકો માટે કામના સમાચાર છે. સરકારે PAN અને આધારને લિંક કરવા માટે ચેતવણી જારી કરી છે કે જો ૩૦ સપ્ટેમ્બર પહેલા તેને લિંક કરવામાં નહીં આવે તો તમારું આધાર નિષ્ક્રિય થઈ જશે. ભારતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી મહત્વના દસ્તાવેજો છે. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાથી લઈને મોટા બેંકિંગ વ્યવહારો સુધી, આધારને પાન કાર્ડ સાથે જોડવું પણ જરૂરી છે.

આ સિવાય તમામ પ્રકારના નાણાકીય કામ માટે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. આવકવેરા વિભાગે PANને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર નક્કી કરી છે. ધ્યાનમાં રાખો કે જો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલું નથી, તો ભારે દંડ ભરવો પડી શકે છે.

આવકવેરા વિભાગ અનુસાર, જો તમે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરો, તો આવકવેરા કાયદાની કલમ -139AA હેઠળ તમારું PAN અમાન્ય થઈ જશે. આવી સ્થિતિમાં, તમે ઓનલાઇનITRફાઇલ કરી શકશો નહીં. આમાં તમારૂ ટેકસ રિફંડ અટકાવી શકાય છે. આ સિવાય, તમે કોઈપણ નાણાકીય વ્યવહારમાં PANનો ઉપયોગ કરી શકશો નહીં.

પાનકાર્ડ રદ થયા બાદ તેને ફરીથી ઓપરેટિવ બનાવી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો આ દરમિયાન કોઈએ રદ કરેલા પાન કાર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તે આવકવેરા કાયદા હેઠળ કલમ 272Bનું ઉલ્લંઘન માનવામાં આવશે. આવી સ્થિતિમાં પાન ધારકને ૧૦૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. અને એટલું જ નહીં, જો રદ થયેલ પાનકાર્ડનો ફરીથી કયાંક ઉપયોગ કરવામાં આવે તો દંડ પણ વધારી શકાય છે.

(3:30 pm IST)