Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગોવા- રાજકોટની ફ્લાઇટ અચાનક રદ કરતા 50થી વધુ મુસાફરો રઝળ્યા :

ગોવામાં સ્પાઇસ જેટની અચાનક ફ્લાઇટ કેન્સલ થતા રાજકોટના 50થી વ્યક્તિઓ રઝળી પડ્યા : એરલાઇન્સ દ્વારા કોઈ આગોતરી જાણકારી અપાઈ નહીં : છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ કરીને મુસાફરોની વ્યવસ્થા માટે પણ હાથ ઉંચા કરી દેતા ભારે નારાજગી : યાત્રીઓ પ્રત્યે બેદરકારી દાખવી હોવાનો રોષ

રાજકોટ :  ગોવા- રાજકોટની ફ્લાઇટ અચાનક રદ કરતા 50થી વધુ મુસાફરો રઝળ્યા છે આજે સાંજે પાંચ વાગ્યાની ગોવાથી  સ્પાઇસ જેટની અચાનક ફ્લાઇટ કેન્સલ થતા રાજકોટના 50થી વ્યક્તિઓ રઝળી પડ્યા  છે

 મુસાફરોના કહેવા મુજબ એરલાઇન્સ દ્વારા કોઈ આગોતરી જાણકારી અપાઈ નહીં અને  છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ કરીને મુસાફરોની વ્યવસ્થા માટે પણ હાથ ઉંચા કરી દેતા ભારે નારાજગી ફેલાઈ છે  યાત્રીઓ  પ્રત્યે બેદરકારી દાખવી હોવાનો રોષ જોવાયો છે તેમ ગોવા એરપોર્ટ પરથી વિરલ હરસોડા ( મોં 98254 05636) એ જણાવ્યું છે

 

(7:25 pm IST)